પ્રેગનેન્સી દરમિયાન આ ખોરાકથી રહો દૂર

મહિલાઓને પ્રેગનેન્સીમાં સૌથી વધારે બીક ગર્ભપાત થવાની હોય છે, કારણ કે એનાથી એમના મગજ પર ઊંડી અસર જોવા મળે છે. એટલા માટે જરૂરી છે તમે કેટલાક ખાદ્ય પદાર્થોથી દૂર રહો.

1. ધોયા વગર ફળ અને શાકભાજી ના ખાવા
ગંદા ફળ અને શાકભાજીમાં હાનિકારક કીટાણુ હોય છે જેનાથી સંક્રમણ થઇ શકે છે. અને આ સંક્રમણથી ગર્ભપાત થવાનું જોખમ છે.

2. વધારે કોફી
વધારે પડતી કોફી પીવાથી શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન થાય છે જેનાથી ગર્ભપાત થઇ શકે છે.

3. ગ્રીન ટી
સંશોધન પરથી જાણવા મળ્યું છે કે દિવસમાં એક કપથી વધારે ગ્રીન ટી પીવાથી ગર્ભપાત થઇ શકે છે. કારણ કે ગ્રીન ટી માં કેફીન વધારે હોય છે.

4. લીચી
લીચી ખાવાથી ગર્ભપાત થવાની સંભાવના વધી જાય છે, કારણ કે એનાથી શરીરનું તાપમાન વધી જાય છે જેનાથી પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નિકળે છે અને ગર્ભાપત થઇ શકે છે.

5. અંકુરિત બટાકા
વૈજ્ઞાનિક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે અંકુરિત બટાકામાં સોલેનિન નામનો પદાર્થ મળી આવે છે જેનાથી ભ્રૂણને નુકસાન પહોંચે છે જેના કારણે ગર્ભપાત થઇ શકે છે.

6. તલ
તલથી પણ મહિલાઓના શરીરમાં ગરમી પેદા થાય છે અને આ ત્યારે વધારે થાય છે જ્યારે તલની સાથે મધ મિક્સ કરીને ખાતા હોઉ.

7. લિવર
જો તમે માંસ ખાતા હોઉં તો પ્રાણીઓનું લિવર ખાશો નહીં, કારણ કે એમાં વિટામીન એ નું પ્રમાણ વધારે હોય છે. જેનાથી ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે.

8. માછલી
કેટલાક પ્રકારની માછલીઓમાં મર્ક્યુરી નામનું તત્વ વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી મહિલાઓમાં ગર્ભપાત થઇ શકે છે. એટલે બને તો માછલી ખાશો નહીં.

visit: http://sambhaavnews.com/

You might also like