સ્ટાઉબલી બનશે ફિફા અંડર-૧૭ વર્લ્ડકપની પહેલી મહિલા રેફરી

કોલકાતાઃ દેશના સૌથી મોટા સ્ટેડિયમ વિવેકાનંદ યુવાભારતી ક્રીડાંગણ વધુ એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે નોંધાવવા જઈ રહ્યું છે. આવતી કાલે ૧૪ ઓક્ટોબરે અહીં જાપાન અને ન્યૂ કેલેડોનિયા વચ્ચે રમાનારી ફિફા અંડર-૧૭ વર્લ્ડકપની મેચ દરમિયાન પહેલી વાર મેદાન પર મહિલા રેફરી એસ્થર સ્ટાઉબલી મેદાનમાં દોડતી નજરે પડશે. મહિલા ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે ફિફાએ આ નવી પહેલ કરી છે. સ્ટાઉબલી એ સાત મહિલા રેફરીમાંની એક છે, જેને આ ટૂર્નામેન્ટ માટે ફિફાની રેફરી સમિતિ તરફથી આમંત્રિત કરવામાં આવી છે.

You might also like