અમદાવાદ: ‘અમારા સ્ટેટસ પ્રમાણે તારે રહેવું પડશે, સારાં મોંઘાં કપડાં પહેરવાં પડશે’ આ રીતે દબાણ કરી બંગલાનું કામ કરાવી, જમવાનું ન આપતાં સાસરિયાંના ત્રાસના લીધે પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ મૃતક પરિણીતાના પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઓઢવ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મણિનગરના જશોદાપાર્કમાં રહેતા અને એકાઉન્ટન્ટની નોકરી કરતા મહેશભાઈની પુત્રી શ્રેતા (ઉં.વ.૨૯)નાં લગ્ન બે વર્ષ અગાઉ ઓઢવના ઋષભનગરમાં રહેતા અને આશ્રમરોડ પર વિઝા-પાસપોર્ટનું કામકાજ કરતા નિસર્ગભાઇ પંડ્યા સાથે થયાં હતાં.
લગ્નના બે માસ બાદ શ્રેતાએ તેનાં માતા-પિતાને જણાવ્યું હતું કે, ‘મારાં સાસુ-સસરા મને સ્ટેટસ પ્રમાણે રહેવું પડશે, સારાં મોંઘાં કપડાં પહેરવાં પડશે તેમ કહી બંગલાનું કામ કરાવે છે, ત્રણ-ત્રણ દિવસ સુધી જમવાનું નથી આપતાં અને ચણા-મમરા જમવામાં આપે છે. આ અંગે શ્રેતાનાં માતા-પિતાએ સાસરિયાં સાથે વાત કરતાં તમે સ્ટેટસ મુજબ દહેજ નથી આપ્યું તેમ જણાવી તમારી દીકરીને લઈ જાવ તેમ કહેતાં શ્રેતાને તેઓ તેમના ઘરે લઈ ગયાં હતાં.’
થોડા સમય બાદ શ્રેતાને સાસરિયાંવાળાએ ઘરે આવવા દબાણ કરતાં તે સાસરિયાંમાં ગઈ હતી. દરમિયાનમાં પરમ દિવસે રાત્રે શ્રેતાએ પોતાની સાસરીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લોકો અને પોલીસને જાણ કરતાં પહેલાં તેનાં સાસરિયાંઓએ શ્રેતાની લાશને નીચે ઉતારી લીધી હતી અને તેનાં પરિવારજનોને જાણ કરી હતી.
ઓઢવ પોલીસ સ્ટેશનમાં આ અંગે પિરણીતાના પિતાએ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/
(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીિત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…
(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…