સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણને લઇ રેલ્વે તંત્ર સજ્જ, 31મીએ દોડાવાશે ‘યુનિટી એક્સપ્રેસ’

રાજકોટઃ શહેરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણને લઈ રેલ્વે દ્વારા ખાસ પ્રકારની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 31 ઓક્ટોબરે રાજકોટ રેલ્વે સ્ટેશનથી એક ખાસ વિશેષ યુનિટી એક્સપ્રેસ દોડાવવામાં આવશે. લોકોને સરદાર અંગે જાણકારી પહોંચાડવાનાં આશયથી ટ્રેન પર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલનાં પોસ્ટરો પણ લગાવવામાં આવશે. આ ટ્રેન રામેશ્વર, કન્યાકુમારી અને શિરડી સુધી દોડાવવામાં આવશે. જેમાં 500 જેટલાં મુસાફરોએ અગાઉથી બુકિંગ પણ કરાવી લીધું છે.

મહત્વનું છે કે આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ડીઆરએમ પી.બી નિનાવેએ કહ્યું કે, 31 ઓક્ટોબરનાં રોજ રાજકોટ રેલ્વે સ્ટેશનેથી એક વિશેષ પ્રકારની યુનિટી એક્સપ્રેસ દોડાવવમાં આવશે કે જેનો રૂટ રામેશ્વર, કન્યાકુમારી અને શિરડી સુધીનો હશે.

મહત્વનું છે કે 11 દિવસ અને 12 રાત્રીની સ્પેશિયલ યાત્રા માટે રેલ્વે વિભાગ દ્વારા આને લગતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમ કે આ ટ્રેન દ્વારા જ પીએમ મોદીનું સ્વપ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાણકારીને ફેલાવવાનો છે. આ ટ્રેન છેક રાજકોટથી દક્ષિણ ભારત સુધીની યાત્રા કરશે. આ ટ્રેનને લઇને 500 જેટલાં મુસાફરોએ એડવાન્સ જ બુકિંગ કરાવી દીધું છે.

You might also like