સ્ટેચ્યુ અોફ યુનિટી ૪૦ ટકા તૈયાર, ટુકડાઅોમાં લવાઈ રહ્યું છે ગુજરાત

નવી દિલ્હી: ગુજરાતમાં લાગનારી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ અોફ યુનિટીનો ૪૦ ટકા ભાગ તૈયાર થઈ ગયો છે. ટુકડાઅોમાં તેને ચીનથી ભારત લવાઈ રહ્યો છે. અાગામી ૮થી ૧૦ મહિનામાં પ્રતિમાનો તમામ હિસ્સો ભારત પહોંચી જશે. ત્યારબાદ તેનું એસેમ્બ્લિંગ શરૂ થશે.

વિશ્વની સર્વોચ્ચ પ્રતિમાઅોમાંની એક સ્ટેચ્યુ અોફ યુનિટીનું કાસ્ટિંગ ચીનમાં થઈ રહ્યું છે. અત્યાર સુધી કમરથી નીચેનો હિસ્સો તૈયાર થઈ ચૂક્યો છે. તેમાં બે પગ, પંજા વગેરે સામેલ છે. જહાજ દ્વારા કેટલાક હિસ્સા ચીનથી ગુજરાત પહોંચી પણ ચૂક્યા છે. માથું, હાથ, ખભા અને અન્ય ભાગના કાસ્ટિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

વિખ્યાત શિલ્પકાર અને પ્રતિમા ડિઝાઈનર રામ વી. સુથારે જણાવ્યું કે તેઅો નિયમિત રીતે ચીન જઈને અા પ્રોજેક્ટ પર ધ્યાન રાખી રહ્યા છે. લગભગ અડધો હિસ્સો તૈયાર થઈ ચૂક્યો છે. અાગામી ૧૦ મહિનામાં પ્રતિમાનો તમામ ભાગ ગુજરાત લવાશે. ત્યારબાદ ગુજરાતમાં સરદાર સરોવર ડેમની પાસે તેનું એસેમ્બ્લિંગ શરૂ થઈ જશે.

વિશ્વની પાંચ સૌથી મોટી પ્રતિમાઅો
શિવાજી મેમોરિયમ, ઊંચાઈ ૧૯૨ મીટર (ભારત)
સ્ટેચ્યુ અોફ યુનિટી, ઊંચાઈ ૧૮૨ મીટર (ભારત)
સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા, ઊંચાઈ ૧૫૩ મીટર (ચીન)
યુશિકુ દાઈબુત્સુ, ઊંચાઈ ૧૨૦ મીટર (જાપાન)
સ્ટેચ્યુ અોફ લિબર્ટીં, ઊંચાઈ ૯૩ મીટર (અમેરિકા)
http://sambhaavnews.com/

You might also like