તમિલનાડુનાં 3 સ્ક્વાશ ખેલાડીઓને રાજ્ય સરકાર આપશે 30-30 લાખ

 

ચેન્નઇઃ તમિલનાડુ સરકારે રાજ્યનાં 3 સ્ક્વાશ ખેલાડીઓ માટે 30-30 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે કે જેઓએ ઇન્ડોનેશિયામાં એશિયાઇ રમતોમાં સિલ્વર મેડલ જીત્યાં છે. મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ દીપિકા પલ્લીકલ કાર્તિક, જોશના ચિનપ્પા અને સુનયના કુરૂવિલાને માટે રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી.

તેઓએ દીપિકા અને જોશનાને પોતાનો બીજો મેડલ જીતવા માટેની પણ શુભકામના પાઠવી છે. તેઓએ ટીમ સ્પર્ધા પહેલા વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ બ્રોન્ઝ મેડલ પણ પોતાનાં નામે કર્યો હતો. 3 ખેલાડીઓને લખેલા પત્રમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે,”મહિલા સ્ક્વાશ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવાની પોતાની શાનદાર ઉપલબ્ધિને માટે આપને દિલથી શુભકામના પાઠવું છું.”

You might also like