રાજ્યમાં આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી, NDRF-SDRFની ટીમો એલર્ટ

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં વરસાદ લાવતી 2 સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફસોર ટ્રાફ અને અપરએર સાયકલોનિક સરકયુલેશન નામની બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ પડશે.

સૌરાષ્ટ્રમાં પણ અનરાધાર વરસાદ વરસી શકે છે. તો વડોદરા, આણંદ, ખેડા, દાહોદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લામાં પણ વરસાદની મહેરબાની રહેશે. તો સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીના પગલે NDRF અને SDRFની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

દક્ષિણ અને ઉત્તર સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કુલ 9 જિલ્લાના 28 તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદ પડયો છે..જેને કારણે વાતરણમાં ઠંડક પ્રસરી ઉઠી છે. વરસાદની પહેલી ઈનિંગમાં દક્ષિણ ગુજરાતના વલસાડમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે, તો પારડીમાં 9, ઉમરગામ -વાપીમાં 8 ઈંચ વરસાદ તો નેત્રાંગ, માંગરોળમાં અને ડોલવણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં પડેલા વરસાદને કારણે સ્થાનિકો સહિત ધરતીપુત્રોમાં ખુશીની લહેર સામે આવી છે. તો વહિવટી તંત્રએ પણ આગમચેતી રૂપે એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. તો ડિઝાસ્ટર વિભાગે પણ ભારે વરસાદને કારણે કોઈ અરાજકતા ન સર્જાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી નાખી છે.

You might also like