Header

રાજ્યની બે કો-ઓપરેટિવ બેન્કને RBIએ પેનલ્ટી લગાવી

અમદાવાદ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રાજ્યની સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કને પાંચ લાખની પેનલ્ટી લગાવી છે. રાજ્યમાં કિલ્લા પારડી, વલસાડ સ્થિત આવેલી અર્બન કો-ઓપરેટિવ બેન્કે કો-ઓપરેટિવ બેન્કની માર્ગદર્શિકા મુજબ બેન્કિંગ વ્યવહાર ન કરતાં આરબીઆઇએ રૂ. પાંચ લાખની પેનલ્ટી લગાવી છે.

આ અગાઉ આરબીઆઇએ રાજ્યની છોટા ઉદેપુર, બોડેલી સ્થિત બોડેલી અર્બન કો-ઓપરેટિવ બેન્કને રૂ. એક લાખની પેનલ્ટી લગાવી હતી. બેન્કે આરબીઆઇની નો યોર કસ્ટમરની માર્ગદર્શિકા ન અનુસરતાં આ પ્રકારની પેનલ્ટી ૧૫ જુલાઈએ લગાવવામાં આવી છે.

નોંધનીય છે કે આરબીઆઈએ બેન્કિંગ, કેવાયસી અને ફેમાના નિયમોને ન અનુસરતી ૧૩ જાહેર ક્ષેત્રની બેન્કોને મોટી રકમનો દંડ ફટકાર્યો છે.

You might also like