ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષે સુદર્શનચક્રથી કર્યો વિપક્ષી કૌરવોનો સંહાર

લખનઉ : રામનવમીનાં દિવસે યૂપી ભાજપનાં અધ્યક્ષ કેશવ મૌર્યાનું પોસ્ટર વિવાદમાં ફસાયું છે. વારાણસીમાં ભાજપ નેતાએ ક પોસ્ટર લગાવ્યું છે જેમાં તેને કૃષ્ણ સ્વરૂપે દેખાડાયા છે અને વિપક્ષીઓ કૌરવો બનીને ઉતરપ્રદેશનું વસ્ત્રાહરણ કરી રહ્યા છે. ત્યારે કેશવમોર્ય કૃષ્ણસ્વરૂપે ઉત્તરપ્રદેશને વસ્ત્રોપુરા પાડી રહ્યા છે. પોસ્ટરમાં જોઇ શકાય છે કે કૃષ્ણરૂપી કેશવ વિપક્ષી કૌરવોનો સંહાર કરી રહ્યા છે. આ પોસ્ટરનાં આવતાની સાથે જ રાજનીતિક દળોમાં હલચલ મચી ગઇ છે.

સમાજવાદી પાર્ટી દ્વારા આ પોસ્ટરની ઘોર નિંદા કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીએ કહ્યું કે આ જ ભાજપનો અસલી ચહેરો છે. સપા નેતા દીપક મિશ્રાએ કહ્યું કે ભાજપ પોતાનાં પ્રચાર માટે ધાર્મિક ભાવનાઓ સાથે પણ ચેડા કરી શકે છે. સપા નેતા દિપક મિશ્રાએ કહ્યું કે ભાજપ ધાર્મિક ભાવનાઓ સાથે રમત કરી રહ્યું છે. જો કે જનતા તેનો જવાબ આપશે. લોકોએ સમજી લેવું જોઇએ કે ભાજપ કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ તેને હિન્દૂ ભાવના સાથે ચેડા ગણાવ્યા છે. એટલું જ નહી આ પોસ્ટર હાલ સોશ્યલ મીડિયામાં પણ વાઇરલ થઇ ચુક્યું છે અને લોકો તેની નિંદા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે કેશવ મોર્ય આજ વારાણસીની મુલાકાતે આવ્યા હતા. તેની મુલાકાત પહેલા સ્થાનિક ભાજપ નેતા રૂપેશ પાંડેએ શહેરમાં આ પોસ્ટર લગાવ્યા હતા. જેનાં કારણે હાલ વિવાદ પેદા થઇ ગયો છે. જો કે ભાજપ દ્વારા હજી સુધી આ અંગે કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

પોસ્ટરમાં કેશવને સુદર્શનધારી કૃષ્ણ સ્વરૂપે દેખાડવામાં આવ્યા છે. જેમાં તમામ વિપક્ષી દળનાં નેતાઓ આઝમ ખાન, માયાવતી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને માયાવતી ભેગા થઇને ઉત્તર પ્રદેશ (દ્રોપદી)નું વસ્ત્રાહરણ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ રૂપી દ્રોપદી રક્ષમામ કેશવનાં જાપ કરી રહી છે ત્યારે હાથમાં સુદર્શન ચક્ર સાથે કેશવ (નેતા) પ્રગટ થતા હોય તેવું દેખાડવામાં આવે છે.

You might also like