મોદીનાં ભાષણ દરમિયાન ‘પપ્પુ’ કરતો હતો મસ્તી

નવી દિલ્હી : સંવિધાન દિવસનાં એક દિવસ પછી જ વડાપ્રધાન મોદીએ શુક્રવારે લોકસભાને સંબોધી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીનાં તમામ વડાપ્રધાનોનાં યોગદાનને યાદ કર્યા હતા. જો કે મોદીનાં સંબોધન સમયે એક સમય એવો આવ્યો જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મશ્કરી કરતા જોવા મળ્યા હતા. લોકસભામાં રાહુલ ગાંધીની પાસે મધ્યપ્રદેશનાં જ્યોતિરાદિત્ય સિંધિયા, કેસી વેણુગોપાલન અને દીપેન્દ્ર હુડ્ડા બેઠા હતા.
આ પ્રસંગે મોદીએ સોનિયા ગાંધીનું નામ લઇને તેનાં વખાણ કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી જ્યોતિરાદિત્ય સાથે મશ્કરી કરતા જોવા મળ્યા. જે અંગે રાહુલે જ્યોતિરાદિત્ય અને વેણુગોપાલ હસતા જોવા મળ્યા હતા. આવું લગભગ અડધી મિનિટ સુધી ચાલ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોઇ ખરાબ સંવિધાનને પણ અમલમાં સારા કામ માટે લાવવામાં આવે તો તે દેશ માટે સારૂ સાબિત થઇ શકે છે. ત્યાર બાદ વડાપ્રધાને કહ્યું કે કાલે મેડમ સોનિયાજીએ પણ આવું કહ્યું હતું અને આજે હું પણ તે જ વાત કરૂ છું.
જો કે તેની તરત પછી રાહુલ ગાંધી તરફ કેમેરો ફર્યો હતો. જો કે તે તો જ્યોતિરાદિત્યની સાથે મશ્કરી કરવામાં વ્યસ્ત હોય તેવું લાગ્યું. હવે તે તો રાહુલ ગાંધી જ કહેશે કે એવો તો વડાપ્રધાને કયો જોક્સ કીધો કે રાહુલને હસવું આવ્યું.

You might also like