બીએસ બસ્સી ભારતનાં નવા CIC બને તેવી શક્યતા

નવી દિલ્હી : ભીમસેન બસ્સીનાં રિટાયરમેન્ટ બાદ રાજધાનીને આગામી મહિને એક નવો પોલીસ કમિશ્નર મળી જશે. ‘આપ’ની સરકાર બન્યા બાદ બસ્સી મોટે ભાગે આપ અને ભાજપની જંગમાં જ ફસાયેલા રહ્યા હતા. બસ્સી ભારતનાં ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર બનાવી દોડમાં પણ પાત્ર છે. સૂત્રો અનુસાર બસ્સી ઉપરાંત લગભગ 300 લોકો આ પદ માટે દાવેદાર છે. 2 ડિસેમ્બરનાં રોજ વરિષ્ઠ અધિકારી વિજય શર્માનાં રિટાયરરમેન્ટ બાદ આ પદ ખાલી છે. તેમણે આ વર્ષે જ આ પદભાર સંભાળ્યો હતો. તેમની નિયુક્તિ મુદ્દે કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચે ભારે રકઝક થઇ હતી.
વિપક્ષી પાર્ટીએ મોદી સરકાર પર લાંબા સમય સુધી આ પદને ખાલી રાખવાનો આરોપ લગાવ્યો હતો. કમિશનતર તરીકે બસ્સીનો કાર્યકાળ સામાન્ય રહ્યો. જો કે ભાજપ અને આપનાં ઝગડામાં તેઓ વારંવાર સમાચારમાં ચમકતા રહ્યા. આપ દ્વારા પોલીસનો હવાલો માંગવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપ સરકાર તેનો વિરોધ કરી રહી છે. દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીની પરિસ્થિતી માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી, કારણ કે દિલ્હી પોલીસ તેનાં નિયંત્રણમાં નથી.
બસ્સીનો કાર્યકાળ ફેબ્રુઆરી 2016માં પુરો થાય છે, પરંતુ જો તેમને સીઆઇસી માટે પસંદ કરવામાં આવે તો તેઓ સ્વૈચ્છીક નિવૃતી લે તેવી પણ વકી છે. તેનાં માટે રચાયેલી પેનલ 15 ડિસેમ્બરને જાહેરાત કરે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર બસ્સીનો કાર્યકાળ ખુબ જ સંતોષજનક રહ્યો, જેમાં કાયદો વ્યવસ્થા સંબંધીત સમસ્યાઓ આવી નહોતી. ઘણા ગુંચવાડા ભર્યા કેસ પણ ઉકેલાયા, જેનાં કારણે કેન્દ્ર સરકાર તેમને રિટાયરમેન્ટ પહેલા જ નવી નોકરી આપે તેવી શક્યતા છે.

You might also like