બિહાર વિધાનસભાનાં 96 MLA પર હત્યા, અપહરણનાં ગુના

નવી દિલ્હી : બિહાર વિધાનસભામાં 59 ટકા ધારાસભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઇલેક્શન રિસર્ચ ફર્મ એડીઆર(એસોસિએશન ફોર ડેમોક્રિકેટિક રિસર્ચ)નાં આ અહેવાલમાં આ વખતે બિહાર વિધાનસભામાં 143 ધારાસભ્ય (59%) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમાં પણ 96 એવા છે જેનાં પર હત્યા અને અપહરણ જેવા ગુનાઓ નોંધાયેલા છે. આ ધારાસભ્યોમાં 12 પર હત્યાનો, 26 પર હત્યાનો પ્રયાસ, 9 પર અપહરણ અને 13 પર વસુલીનાં કેસ ચાલી રહ્યા છે. બિહારમાં સૌથી મોટી પાર્ટી બનાવીને બહાર આવેલી લાલુ યાદવની આરજેડી સૌથી વધારે (80માંથી) 49 ધારાસભ્ય રેકોર્ડસવાળા છે.
ત્યાર બાદ મહાગઠબંધનનાં જ જેડીયૂનાં 37 ધારાસભ્ય પર ગુનાહિત કેસો ચાલી રહ્યા છે. 3450 સભ્યોનાં એફીડેવિટનાં અભ્યાસ બાદ રિપોર્ટમાં જણાવાયું છે કે બિહારની 243 સીટો પર ચૂંટણી લડનારા લગભગ 30 ટકા એટલે કે 1038 સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એટલું જ નહી તેમાં 796 (23 %) સભ્યો એવા છે જેના પર ગંભીર ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ધાર્મિક ઉન્માદ ફેલાવવો, અપહરણ અને મહિલાઓની વિરુદ્ધ અત્યાચાર કરવા જેવા ગુનાહો દાખલ થયેલા છે. રિપોર્ટ અનુસાર ભાજપનાં 157 સભ્યોમાંટી 95 (61 %) અને જેડીયૂનાં 101માંથી 58 (57 %) સભ્યોએ આપેલી માહિતી અનુસાર તેમની સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ જ પ્રકારે આરજેડીનાં 101માંથી 61 (60 %) સભ્યો અને કોંગ્રેસનાં 41માંથી 23 (56%) સભ્યો પર ગુનાહિત કેસ દાખલ થયેલા છે. 1150 અપક્ષ ઉમેદવારોમાંથી 259 (23%) સભ્યો પર ગુનાહિત કેસ દાખલ થયેલા છે.
ગંભીર ગુનાહિત કૃત્યોવાળા સૌથી વધારે 31 ધારાસભ્યો આરજેડીમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આ મુદ્દે 24 ધારાસભ્યો સાથે જેડીયુ બીજા નંબર પર છે. રિપોર્ટ અનુસાર 89 સભ્યોએ જાણકારી આફી હતી કે તેમની વિરુદ્ધ હત્યાનાં કેસ દાખલ છે જ્યારે 238 કેન્ડિડેટ્સે જણાવ્યું હતું કે તેમના પર હત્યાનાં પ્રયાસનાં કેસ દાખલ થયેલા છે.
કુમ્હારમાંથી ચૂંટણી લડનારા એક અપક્ષ ઉમેદવાર અજય કુમાર પર તો હત્યાનાં 8 કેસ ચાલી રહ્યા છે. જો કે કુમાર ચૂંટણીમાં હારી ગયો હતો. આ જ પ્રકારે શાહપુરમાંથી ભાજપનાં ઉમેદવાર વિશ્વેશ્વર ઓઝા પર હત્યાનાં પ્રયાસનાં 10 કેસ ચાલી રહ્યા છે. ઓઝા પણ ચૂંટણી હારી ગયો હતો.

You might also like