મુખ્યમંત્રી અમદાવાદમાં રાજ્યકક્ષાના શ્રમયોગી સંમેલનમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતમાં વિશ્વકર્મી જયંતીની ઉજવણી શ્રમયોગીઓના રાજ્યવ્યાપી સંમેલન સન્માન દ્વારા કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આનંદીબહેનની અધ્યક્ષતામાં આવતીકાલે ૨૦ ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાનું શ્રમયોગી સંમેલન અમદાવાદમાં અને અન્ય ૬ સ્થાનોએ મંત્રીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રમયોગી સંમેલનો યોજાશે. કારખાનાઓમાં કામ કરતાં શ્રમયોગીઓમાંથી જે શ્રમયોગીએ ઉત્પાદન કે ઉત્પાદકતા વધારવા. ઔદ્યોગિક શાંતિ જાળવવા, તથા શ્રમયોગીઓના કલ્યાણ અર્થે કરેલી વિશિષ્ટ કામગીરીની કદરરૃપે ૬૪ રાજ્ય શ્રમ પારિતોષિકો આ સંમેલનોમાં પ્રદાન કરાશે.

શ્રમ રોજગાર મંત્રી વિજયભાઈ રૃપાણીના મુખ્ય મહેમાન પદે અમદાવાદમાં યોજાનારા આ રાજ્યસ્તરીય શ્રમયોગી સંમેલનમાં રાજ્ય સરકારની વિવિધ શ્રમયોગી કલ્યાણ યોજનાના લાભ-સહાય મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાશે.અમદાવાદમાં રાયપુરના શ્યામજી કૃષ્ણ વર્મા રમત-ગમત સંકુલ ખાતે બપોરે ૨.૩૦ કલાકે યોજાનારા આ શ્રમયોગી સંમેલનમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ ડો. અનિલભાઈ તથા મેયર ગૌતમ શાહ ઉપસ્થિત રહેશે.

You might also like