રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે રાજ્ય સરકાર આપશે જમીન: CM રૂપાણી

રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર તરફથી 2800 એકર જમીન આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને રાજકોટને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના જળને ‘સૌની’ યોજનાની લિન્ક-3 દ્વારા રાજકોટ મહાનગરને જળ પહોંચાડવાના કાર્યની વિધિ કરતા સ્પષ્ટ કર્યું હતું કે રાજકોટ માટે હવે જળસંકટ ભૂતકાળ બનવા જઈ રહ્યું છે.

મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે રાજકોટની 15 લાખની જનસંખ્યાને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે ઇજનેરી કૌશલ્યનો સુઓયોજિત વિનિયોગ કરીને રાજ્ય સરકાર સૌની યોજના અમલમાં લાવવા કટિબદ્ધ છે. માત્ર રાજકોટ જ નહિ, રાજ્યભરમાં 4000 ગામો અને 157 નગરોને પણ પાણી મળી રહેશે.

You might also like