રાજ્ય સરકારે આપી 14 IPS અધિકારીઓને બઢતી

અમદાવાદ: રાજ્ય સરકારે આજે ૧૪ જેટલા આઇપીએસ અધિકારીઓને બઢતી આપી છે. વર્ષ ૧૯૯૩, ર૦૦૦ અને ર૦૦પની બેચના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. ૧૯૯૩ની બેચના આઇપીએસ અધિકારી જી.એસ.મલિક, હસમુખ પટેલ, ડો.‌નીરજા ગોટરુ અને જે.કે.ભટ્ટને એડિશનલ ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.

જ્યારે ર૦૦૦ની બેચના વી.ચંદ્રશેખર, નિપૂણા તોરવણે, એમ.એમ.અનારવાલા અને ડી.બી. વાઘેલાને આઇજી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે ર૦૦પની બેચના મનીંદર પવાર, હિમાંશુ શુકલા, રાઘવેન્દ્ર વત્સ, પ્રેમવીરસિંહ, એમ.એસ.ભરાડા અને એચ.આર. ચૌધરીને સિલેકશન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આઇપીએસ અધિકારીઓની બઢતીની રાહ જોવાતી હતી. બઢતી અને બદલીને લઇને આઇપીએસ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

૧૪ આઇપીએસ અધિકારીઓની બઢતી બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલીની રાહ જોવામાં આવી રહી છે. હાલમાં જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તેઓને તેમના મૂળ સ્થાન પર યથાવત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

You might also like