Categories: Gujarat

રાજ્ય સરકારે ચાર વર્ષમાં પ્રજા પાસેથી ૩૦,૮૯ર કરોડ ખંખેર્યા

અમદાવાદ: રાજ્ય સરકારે છેલ્લાં ચાર વર્ષમાં રૂ.૩૦,૮૯ર.૮૮ કરોડની રકમ પેટ્રોલ, ડીઝલ, પીએનજી અને સીએનસી પરના વેરા દ્વારા પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધા હોવાનો દાવો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ષ-ર૦૧૧માં ક્રૂડનો ભાવ ૧રપ ડોલર પ્રતિ બેરલ, વર્ષ-ર૦૧રમાં ૧ર૦ ડોલર પ્રતિ ડોલર, વર્ષ-ર૦૧૩માં ૧૧પ ડોલર પ્રતિ બેરલ, વર્ષ-ર૦૧૪માં ૧૦૦ ડોલર પ્રતિ બેરલ અને વર્ષ-ર૦૧પના ડિસેમ્બરમાં ૩૩.૩૬ ડોલર પ્રતિ બેરલનો ભાવ રહ્યો હતો. એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર વેટ અને સેસમાં વધારો થવાથી ક્રૂડના સતત ઘટતા જવા ભાવનો ગ્રાહકોને કોઈ ફાયદો થયો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અગાઉ પેટ્રોલ ઉપર ર૩ ટકા વેટ અને બે ટકા, ડીઝલમાં ર૧ ટકા વેટ અને બે ટકા સેસ વસૂલવામાં આવતી હતી. જેમાં વધારો કરીને રાજ્ય સરકારે પેટ્રોલ ઉપર ર૪ ટકા વેટ અને ૪ ટકા સેસ તેમજ ડીઝલ ઉપર ર૪ ટકા વેટ અને ૪ ટકા સેસના દર લાગુ કર્યા છે.

આમ પેટ્રોલ ઉપર એક ટકા વેટ અને ત્રણ ટકા સેસ તેમજ ડીઝલ ઉપર ત્રણ ટકા વેટ અને ત્રણ ટકા સેસની વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવશે.

admin

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

4 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

4 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

4 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

4 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

4 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

5 hours ago