ચોમાસાને લઇને રાજ્ય સરકારનું આગોતરું આયોજન, વેધર વોચ ગ્રુપ સમિતિની રચના

સમગ્ર રાજ્યમાં જ્યારે મેઘરાજા ગમે ત્યારે દસ્તક આપી શકે છે ત્યારે તેને ધ્યાનમાં લઇને વેધર વોચ કમિટીની પ્રથમ બેઠક ગાંધીનગર ખાતે યોજાવા જઇ રહી છે. આ બેઠમકાં પ્રિમોન્સુન કામગીરીને લઇને સમિક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં રાહત કમિશ્નર, મહેસુલ-શહેરી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ અને ત્રણેય પાંખના અધિકારીઓ પણ બેઠકમાં ખાસ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે જ્યારે ચોમાસાનું આગમન થઇ રહ્યું છે ત્યારે રાજ્યમાં અતિવૃષ્ટિ, ઇમરજન્સીની સ્થિતિમાં સંકલનનને લઇને આ બેઠકમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારાનો સામનો કરવો પડશે.

પશ્ચિમ-દક્ષિણ દરિયાઇ પટ્ટીમાં પ્રિમોન્સુન એક્ટીવીટીના કારણે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. આ એક્ટીવીટીથી કન્યાકૂમારીથી વેરાવળ સુધીની દરિયાઇ પટ્ટીમાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

You might also like