ગંભીર ગુના આચરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈઃ ૧પ૦ ગુનાની કબૂલાત

અમદાવાદ: રાજ્યભરમાં ગંભીર ગુના આચરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી લઇ રાજ્યભરમાં બનેલા લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના ૧પ૦ જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢી આગળની સઘન કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે નવસારી એલસીબીને એવી ગુપ્ત માહિતી મળી હતી કે ધાડ, લૂંટના ગુના આચરવામાં માહેર ગેંગ રાનકુવા વિસ્તારમાં ગુના આચરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે રાનકુવા જતા રોડ પર વોચ ગોઠવી હતી.

દર‌િમયાનમાં મોડી રાત્રે એમપી પાસિંગની એક ટ્રક પૂરઝડપે પસાર થતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લઇ ટ્રકમાં બેઠેલા નવ શખ્સની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી.

પૂછપરછ કરતાં આ ગેંગના શખ્સોએ ગુજરાતમાં અમદાવાદ શહેર, ગ્રામ્ય, સુરત, નડીઆદ, આણંદ, દાહોદ, મોરબી, જામનગર, ભાવનગર, ગોધરા, બોટાદ, અમરેલી, નવસારી, અરવલ્લી, રાજકોટ, વડોદરા સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં ધાડ, લૂંટ તેમજ ચોરીના ગુના આચર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પકડાયેલા તમામની ઊલટતપાસ કરતાં રાજ્યભરમાં આ ગેંગે ૧પ૦ જેટલા ગંભીર ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ.૧પ લાખની ટ્રક, આઠ મોબાઇલ ફોન અને રોકડ રકમ કબજે લઇ આગળની તપાસ શરૂ
કરી છે.

You might also like