રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ અગ્રેસર

અમદાવાદ: રાજ્યની 31 જિલ્લા પંચાયતો અને 230 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી ગત તા.29 નવેમ્બરના રોજ યોજાઈ હતી. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો તેમજ જિલ્લાની નવ તાલુકા પંચાયતોની કુલ 176 બેઠકો સહિત રાજ્યની જિલ્લા પંચાયતોની 988 બેઠકો અને તાલુકા પંચાયતોની જિલ્લા પંચાયતોની 4778 બેઠકોની ચૂંટણી બાદ અાજે મતગણતરી હાથ ધરવામાં અાવી હતી.

જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે ભાજપ ઉપર વર્ચસ્વ જમાવ્યું છે. જેમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 125 બેઠક અને ભાજપ 100 બેઠકો ઉપર અગ્રેસર રહી હતી. જ્યારે તાલુકા પંચાયતોમાં ભાજપ 950 બેઠક અને કોંગ્રેસ 85૦ બેઠકો ઉપર અગ્રેસર ચાલી રહ્યા છે.

જે અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. ગણતરી થયેલી બેઠકમાં પાંચ ભાજપ અને ચાર બેઠક કોંગ્રેસને મળી છે. જ્યારે માંડલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બહુમતી બેઠકો સાથે પંચાયત ઉપર કબજો મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે અા લખાય છે ત્યાં સુધીમાં કોંગ્રેસે 30માંથી નવ બેઠક કબજે કરી છે જ્યારે બાકીની બેઠક ઉપર હરીફ ઉમેદવાર સામે સરસાઈ ધરાવે છે.

સવારે ૧૧-૩૦ કલાકે મળતા અહેવાલો મુજબ જિલ્લા પંચાયતોના જાહેર થયેલા ટ્રેન્ડ મુજબ ભાજપને ૧૦૬ બેઠકમાં અાગળ હતું જ્યારે કોંગ્રેસ ૧૪૬ અને પાંચ બેઠક પર અન્ય અાગળ હતી. તો તાલુકા પંચાયતોમાં ભાજપ ૩૧૭ બેઠક અને કોંગ્રેસ ૩૭૪ બેઠક ઉપર અને ૧૯ બેઠક પર અપક્ષો જ્યારે એક બેઠક પર અન્ય ઉમેદવારનો વિજય થયો હતો.

અા ટ્રેન્ડ મુજબ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ ભાજપ ઉપર હાવી રહ્યો છે તેવું હાલના ટેન્ડ્ર મુજબ જણાઈ રહ્યું છે. અામ છતાં કેટલીક બેઠકો જીતેલી જાહેર કરવામાં અાવી હતી તેમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા જે મુજબ સવારે દસ વાગે મળતા અહેવાલો મુજબ સુરેન્દ્રનગર તાલુકા પંચાયતની બે બેઠક જ્યારે મહેસાણા તાલુકા પંચાયતોની બે બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી હતી. કચ્છની દયાપર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર 66 મતોથી વિજયી બન્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.

અા ઉપરાંત ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 31 બેઠકમાંથી નવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે જ્યારે બાકીની બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો લીડ સાથે અાગળ હોવાથી ફરીથી ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું.

જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની છાલા, મોટી ભોયણ, બિલોદરા, પલિયડ, બોરીસણા, ચિલોડા-ડભોડા અને સઈજ સહિત કુલ નવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા છે, જ્યારે બે બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા છે તો બાકીની બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો ભાજપના ઉમેદવારો સામે સરસાઈથી અાગળ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યામાં સામાન્ય ચૂંટણીઅો યોજાય તે પૂર્વે 31 જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસનો કબજો હતો. જ્યારે 230 તાલુકા પંચાયતમાંથી 191 પંચાયતોમાં ભાજપ અને 49 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ પાસે કબજો હતો.

You might also like