રાજ્યની આ કંપનીઓના શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ જોવાયા

અમદાવાદ: ગઇ કાલે શેરબજારમાં ઉછાળો નોંધાતા ગુજરાતની કેટલીક કંપનીઓના શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા, જેમાં દીશમાન ફાર્મા કંપનીનો શેર ૨૨૨ના મથાળે બાવન સપ્તાહની ઊંચી સપાટીએ નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે ઇ-કોમર્સ કંપની ઈન્ફિબિમ કંપનીનો શેર ૯૭૮ના મથાળે જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં કરાતાં તેની અસર શેરબજાર પર જોવા મળી હતી અને તેના પગલે રાજ્યની કેટલીક કંપનીના શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા.

52 સપ્તાહની ઊંચાઈ
કંપનીનું નામ                 ગઈ કાલે આ શેર
52 સપ્તાહની ઊંચાઈ
એજીસ લોજેસ્ટિક           ૧૭૩.૫૫
દીશમાન ફાર્મા              ૨૨૨.૦૦
જીએનએફસી                ૧૭૯.૯૦
ગુજરાત બિટુમેન          ૩૪.૦૦
ઈન્ફિબિમ                     ૯૭૮.૦૦
કુશલ ટ્રેડલિંક લિ.         ૧૬૯.૫૦
રુશીલ ડેકોર                 ૫૨૦.૫૦

You might also like