રાજ્યમાં મતગણતરીનો પ્રારંભ, રાજ્યમાં સત્તાનું પરિવર્તન કે પુનરાવર્તન ?

આજે સવારથી રાજ્યની વિધાનસભાની 182 બેઠકો માટેની મતગણતરી હાથ ધરાઇ રહી છે.  મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. જે માટે ચૂંટણીપંચે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. રાજ્યમાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન તે જાણવા માટે ગુજરાતના નાગરિકો સહિત સમગ્ર દેશ આતુર છે. રાજ્યમાં 37 મતગણતરી  કેદ્રો પરથી થનાર મતગણતરીમાં 1828 ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ જશે. તેની સાથે જ ખૂબ ઝડપથી  ગુજરાતનો તાજ કોના શિરે આવશે તે પણ નક્કી થઈ જશે.

પ્રથમ પોસ્ટલ બેલેટથી મળેલા મતોની ગણતરી હાથ ધરાશે ત્યારે બાદ બીજા તબક્કામાં ઈવીએમમાં પડેલા મતોની ગણતરી થશે. મતગણતરી નિર્વિધ્ને અને નિષ્પક્ષ રીતે પૂરી કરવા  માટે  17000 ચૂંટણી અધિકારીઓ સહિત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે..સાથે જ માઈક્રો ઓબ્જર્વર સહિત  20હજાર સુરક્ષાકર્મીઓ સમગ્ર  પ્રક્રિયા પર બાજ નજર રાખી રહ્યા છે. સવારે 11 વાગ્યા આસપાસ ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવી શકયતા છે.

You might also like