CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, શાપરમાં બનેલી ઘટના પર ચર્ચા

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાજકોટ-શાપરમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના અંગે ચર્ચા કરાશે. આ સાથે જ પીવાના પાણીને લઈને રાજ્યમાં અનેક જગ્યાએ સંભળાતી બુમરાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ગૌશાળા સંચાલકોના વિવાદ પર પણ સમીક્ષા કરવામાં આવશે. મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં હાલ વાવાઝોડાની સ્થિતિ છે. તેને જોતા પણ રાજ્યમાં આવી કોઈપણ સ્થિતિ ન બને તે અંગે ચર્ચા કરાશે. આ સરકારની નીતિવિષયક બાબતો અંગે પણ બેઠકમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં 2019ની વાઈબ્રન્ટ સમિટનાં આયોજન અંગે પણ વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુ હવે શરૂ થઇ ગઇ છે ત્યારે પીવાનાં પાણીની સમસ્યા અવારનવાર સામે આવતી હોય છે ત્યારે આ મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં રાજ્યમાં પીવાના પાણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવશે. રાજ્યમાં પીવાના પાણીની ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે તંગીની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે કેબિનેટની બેઠકમાં પીવાની પાણીની વ્યવસ્થા તેમજ આગોતરા આયોજન અંગે ચર્ચા કરાશે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિ તેમજ અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવશે.

You might also like