રાજ્યની તમામ શાળાઓનું ‘સ્વચ્છ વિદ્યાલય’ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની તમામ ખાનગી સરકારી કે સીવીએસઇ શાળાઓએ આગામી ર૧ દિવસ સુધીમાં ‘સ્વચ્છ વિદ્યાલય’ અંતગર્ત ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. શાળાઓએ સુરક્ષા ગાઇડલાઇન પ્રમાણે અનુસરવા ઉપરાંત હવે સાફ સફાઇની વ્યવસ્થા કેવી છે. સ્વચ્છતા માટે તેઓ શું પગલાં લઇ રહ્યાં છે. વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાગૃતિ માટે કેવા પ્રકારની ઇવેન્ટ યોજી રહ્યા છીએ. આ તમામ બાબતોના જવાબ હવે માનવ સંસાધન વિભાગને આપવા પડશે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એનએચઆરડી)એ તમામ શાળાઓને સ્વચ્છતાના મુદ્દે રેટિંગ ઉપર મૂકશે. તેના માટે ‘સ્વચ્છ વિદ્યાલય’નામથી સ્કિમ શરૂ કરવામાં આવી છે. એનએચઆરડીની તમામ ટીમ દિવાળી વેકેશન બાદ શાળાઓના સર્વે હાથ ધરશે. જેમાં શાળામાં પીવાનાં પાણીની વ્યવસ્થા, ટાઇલેટની વ્યવસ્થા, સાબુથી વિદ્યાર્થીઓ હાથ ધૂવે છે કે કેમ વગેરે બાબતોનો સર્વે કરશે. આ માટે તમામ સરકારી અને ખાનગી શાળાઓએ mhrd.gov.in પર સ્વચ્છ લિંક કર્યા બાદ સ્વચ્છ વિદ્યાલય ર૦૧૭૧૮ ઉપર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એનએચઆરડીએ આ અંગે તમામ શાળાને પરિપત્ર દ્વારા આદેશ કર્યો છે. ‘સ્વચ્છ વિદ્યાલય’ રેટિંગ હેઠળ પાંચ કેટેગરી નક્કી કરવામાં આવી છે જેમાંં સાબુથી હાથ ધોવા અને પીવાનાં પાણી માટે રર માર્ક શૌચાલય માટે ર૦ માર્ક સાફ સફાઇ માટે ૧પ માર્ક અને મકાનની સફાઇ માટે ૧૫ માર્ક સહિત ૧૦૦ માર્કનું રેટિંગ રહેશે.

સ્વચ્છતાની ટીમ માટે એનએચઆરડી નિયુક્ત અધિકારી ૩ લોકલ શિક્ષક, હેલ્થ વિભાગના અધિકારી સામાજિક સંસ્થાઓના ર સભ્યો સહિતની ટીમ શાળાનું ઇન્સ્પેકશન કરીને તેમને પોઇન્ટ આપશે પહેલા જિલ્લા સ્તરે સ્પર્ધા થશે તેનું પરિણામ નવેમ્બરમાં જાહેર થશે. ત્યારબાદ રાજ્યસ્તરે સ્પર્ધા થશે જેનું પરિણામ માર્ચ ર૦૧૮માં જાહેર થશે.

You might also like