કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે દર્શકોની નજર છે ‘દે ધનાધન ક્રિકેટ’ IPLની ૧૨મી સિઝન પર, જ્યાં ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં રમાનારા આગામી વર્લ્ડકપ પહેલાં ટીમમાં સામેલ થવા માટે પોતાની દાવેદારી રજૂ કરશે. દુનિયાભરમાં જેના કરોડો ક્રિકેટ ચાહકો છે એવી ગ્લેમરથી ભરપૂર IPLનો પ્રારંભ આવતી કાલે રાત્રે ૮.૦૦ વાગ્યે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમ ખાતે થશે. ઉદ્ઘાટન મેચમાં યજમાન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટકરાશે.

સીએસકેનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે, જ્યારે આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી છે. IPLની આઠ ટીમના યોદ્ધાઓ આ પ્રતિષ્ઠિ લીગની ટ્રોફી જીતવા માટે રણમેદાનમાં ઊતરશે. સામાન્ય રીતે દર વર્ષે IPLની ઓપનિંગ સેરેમની ધૂમધડાકા સાથે ઊજવાતી હોય છે, પરંતુ આ વખતે આતંકવાદીઓએ પુલવામા ખાતે ભારતીય સૈનિકો ઉપર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં અનેક જવાન શહીદ થયા હો‍વાથી BCCIએ IPL સેરેમની રદ કરી દીધી છે. આના કારણે ખર્ચ થતા બચેલી રૂ. ૨૦ કરોડની રકમ BCCI શહીદ જવાનોના પરિવારને ડોનેટ કરી દેશે. આને કારણે સીધી ઉદ્ઘાટન મેચ જ રમાશે. આજે દરેક ટીમના ખેલાડીઓ પર એક નજર કરીએઃ

• ચેન્નઈ સુપર કિંગ્સઃ
એમ. એસ. ધોની (કેપ્ટન), સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, મુરલી વિજય, રવીન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિચેલ સેન્ટનર, ડેવિડ વિલી, ડ્વેન બ્રાવો, શેન વોટસન, ઇમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી રાયડુ, હરભજનસિંહ, દીપક ચહર, કે. એમ. આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૌરી, એન. જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનુકુમાર, ચૈતન્ય વિશ્નોઇ, મોહિત શર્મા, ઋૃતુરાજ ગાયકવાડ. લૂંગી એન્ગિડી ઈજાગ્રસ્ત થવાને કારણે IPLની બહાર થઈ ગયો છે, તેના વિકલ્પની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

• રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ
વિરાટ કોહલી (કેપ્ટન), એ. બી. ડિ’વિલિયર્સ, પાર્થિવ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, પવન નેગી, નાથન કોલ્ટરનાઇલ, મોઈન અલી, મોહંમદ સિરાઝ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલવંત ખેજોલિયા, માર્કસ સ્ટોઈનિસ, સિમરોન હેટમાયર, ગુરકિરત માન, શરફરાઝ ખાન, શિવમ દુબે, હેનરિક ક્લાકેન, હિમંતસિંહ, મિલિંદ કુમાર, પ્રાસરાય બર્મન, અક્ષદીપ નાથ.

• મુંબઈ ઈન્ડિયન્સઃ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, જસપ્રીત બૂમરાહ, કૃણાલ પંડ્યા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મયંક માર્કંડેય, રાહુલ ચહર, અનુકૂલ રોય, સિદ્ધેશ લાડ, આદિત્ય તારે, ક્વિન્ટન ડી’કોક, એવિન લુઇસ, કિરોન પોલાર્ડ, બેન કટિંગ, મિચેલ મૈક્લેનેઘન, એડન મિલ્ટન, જેસન બેહરેનડોર્ફ, યુવરાજસિંહ, અનમોલપ્રીતસિંહ, લસિથ મલિંગા, બરીન્દર સરન, પંકજ જૈસવાલ, રસિખ દર અને જયંત યાદવ.

• કોલકાતા નાઇટ રાઇડર્સઃ
દિનેશ કાર્તિક (કેપ્ટન), રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, પીયૂષ ચાવલા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, કુલદીપ યાદવ, નીતિશ રાણા, કે. સી. કરિયપ્પા, રિન્કુસિંહ, નિખિલ નાઇક, પૃથ્વીરાજ યાર્રા, શ્રીકાંત મુંડે, ક્રિસ લિન, સુનીલ નરૈન, આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, લોકી ફર્ગ્યુસન, બેરી ગર્ની, જો ડેનલી. આ ટીમના કમલેશ નાગરકોટી અને શિવમ માવી ઈજાગ્રસ્ત થતા તાજેતરમાં આ બંનેના સ્થાને સંદીપ વોરિયર અને કે. સી. કરિયપ્પનાને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે વધુ એક ફાસ્ટર નોર્તજે પણ ઈજાગ્રસ્ત થઈને IPLની બહાર થઈ ગયો છે.

• સનરાઇઝર્સ હૈદરાબાદઃ
કેન વિલિયમસન (કેપ્ટન), ડેવિડ વોર્નર, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ભુવનેશ્વર કુમાર, મોહંમદ નબી, બસિલ થમ્પી, દીપક હુડ્ડા, મનીષ પાંડે, રિકી ભૂઈ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ અહેમદ, યુસુફ પઠાણ, બિલી સ્ટેનલેક, અભિશેક શર્મા, વિજય શંકર, શાહબાઝ નદીમ, જોની બેિરસ્ટો, રિદ્ધિમાન સાહા, માર્ટિન ગપ્ટિલ.

• કિંગ્સ ઇલેવન પંજાબઃ
રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાય, મંયક અગ્રવાલ, અંકિત રાજપૂત, મજીબ-ઉર-રહેમાન, કરુણ નાયર, ડેવિડ મિલર, મનદીપસિંહ, મોરિસ હેનરીકેસ, નિકોલસ પૂરન, મોહંમદ શામી, વરુણ ચક્રવર્તી, સેમ કરન, હરદુ, વિઝલોન, દર્શન નલકાંડે, પ્રભસિમરનસિંહ, અગ્નિવેશ આયાચી, હરપ્રીત બરાર, મુરુગન અશ્વિન.

• રાજસ્થાન રોયલ્સઃ
અજિંક્ય રહાણે (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમાન બિરલા, એસ. મિથુન, પ્રશાંત ચોપરા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ ત્રિપાઠી, ધવલ કુલકર્ણી, મહિપાલ તોમર, જયદેવ ઉનડકટ, વરુન એરોન, ઓશાને થોમસ, શશાંકસિંહ, લિયમ લિવિન્ગસ્ટોન, શુભમ રંજાના, મનન વોહરા, અેશ્ટન ટર્નર, રિયાન પરાગ.

• દિલ્હી કેપિટલ્સઃ
શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત, અમિત મિશ્રા, ક્રિસ મોરિસ, આવેશ ખાન, હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા, મનજોત કાલરા, કોલિન મુનરો, કગિસો રબાડા, સંદીપ લામિચાને, ટ્રેન્ટ બોલ્ટ, હનુમા વિહારી, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, અંકુશ બેન્સ, નાથુસિંહ, કોલિન ઇન્ગ્રામ, શેર્ફેન રુધરફોર્ડ, કીમો પોલ, જલજ સક્સેના, પૃથ્વી શો, શિખર ધવન અને બંદારૂ અયપ્પા.

You might also like