શેરબજારમાં શરૂઆતે જોવા મળેલો સુધારો બાદમાં ધોવાયો

અમદાવાદ: શેરબજારમાં આજે પણ આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલી સુધારાની ચાલ તથા રૂપિયાની મજબૂતાઇની અસરે શેરબજાર આજે પણ ઊંચા ગેપથી ખૂલ્યું હતું. ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં બીએસઇ સેન્સેક્સ ૧૨૩ પોઇન્ટના સુધારે ૩૬,૬૭૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૮ પોઇન્ટના સુધારે ૧૧,૦૫૧ની સપાટીએ ખૂલી હતી, જોકે બેન્ક નિફ્ટી આજે રેડ ઝોનમાં જોવા મળી હતી.

બેન્ક નિફ્ટીમાં ૨૨ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો એટલું જ નહીં સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેર પણ પ્રેશરમાં જોવા મળ્યા હતા. ઊંચા મથાળેથી નિફ્ટી નવ પોઇન્ટ ઘટીને ૧૧,૦૧૪ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બીજા બાજુ ઓઇલ એન્ડ ગેસ, ઓટો કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે રિલાયન્સ સહિત આઇટી સેક્ટરની કંપનીઓ જેવી કે વિપ્રો, ઇન્ફોસિસમાં ત્રણ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. રિલાયન્સ કંપનીના શેરમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોલ ઇન્ડિયા, બજાજ ફાઇનાન્સ કંપનીના શેરમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. બીજી બાજુ બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. એસબીઆઇ, એક્સિસ બેન્કના શેરમાં અનુક્રમે ૧.૪૩ ટકા અને ૦.૮૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારતી ઇન્ફ્રાટેલનો શેર ૩.૭૪ ટકા તૂટ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નેગેટિવ પરિબળોના અભાવ વચ્ચે બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. ક્રૂડમાં ઘટાડો, રૂપિયામાં મજબૂતાઇ, વૈશ્વિક બજારમાં જોવાયેલી આગેકૂચ જેવા પરિબળો વચ્ચે શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

ઓઈલ એન્ડ ગેસ કંપનીના શેરમાં આગેકૂચ
બીપીસીએલ ૦.૯૦ ટકા
કેસ્ટ્રોલ ૦.૭૫ ટકા
એચપીસીએલ ૦.૨૬ ટકા
ઈન્ડિયન ઓઈલ ૦.૯૨ ટકા
ઓઈલ ઈન્ડિયા ૦.૨૮ ટકા

મેટલ શેર પીગળ્યા
ટાટા સ્ટીલ ૦.૧૫ ટકા
સેઈલ ૦.૪૦ ટકા
હિંદુસ્તાન ઝિંક ૦.૬૦ ટકા
હિંદાલ્કો ૧.૨૦ ટકા
નેશનલ એલ્યુ. ૧.૫૭ ટકા

યુએસ નાસ્ડેક શેરબજાર નવી ઊંચાઈએઃ એશિયાઈ બજાર અપ
અમેરિકી શેરબજારમાં તેજી જોવા મળી હતી. યુએસ નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ નવી ઊંચાઇએ બંધ થયું હતું. નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સમાં ૧૦૭ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૭,૮૨૩ પોઇન્ટની સપાટીએ છેલ્લે બંધ થયું હતું. ફેસબુક અને એમેઝોન કંપનીના શેર નવી ઊંચાઇએ જોવા મળ્યા હતા. યુએસ ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૨૨૪ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૨૪,૯૨૪ પોઇન્ટને મથાળે છેલ્લે બંધ નોંધાયો હતો, જ્યારે એસએન્ડપી-૫૦૦ શેરબજાર ઇન્ડેક્સમાં પણ ૨૪ પોઇન્ટનો સુધારો નોંધાઇ છેલ્લે ૨,૭૯૮ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો હતો. અમેરિકા દ્વારા ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર તાજેતરમાં ડ્યૂટી વધાર્યા બાદ ચીન દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતાં યુએસ શેરબજારમાં તેની પોઝિટિવ અસર જોવા મળી હતી.
આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઇ શેરબજાર ઊંચા ગેપથી ખુલ્યાં હતાં. અમેરિકી શેરબજારમાં જોવા મળેલા સુધારાને પગલે એશિયાઇ શેરબજાર ઉપર પણ તેની સકારાત્મક અસર જોવા મળી હતી. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૨૯૫ પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ પણ ૧૫૭ પોઇન્ટ સુધર્યો હતો.

You might also like