ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈનનો પ્રારંભ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી ૧ર માર્ચ, ર૦૧૮થી શરૂ નથી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાને માર્ગદર્શન આપતી ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

૧૯ ફેબ્રુઆરીથી ર૮ માર્ચ સુધી અા હેલ્પલાઇન કાર્યરત રહેશે. ટોલ ફ્રી હેલ્પલાઇન નં.૧૮૦૦ ર૩૩ પપ૦૦ પર સવારના ૧૦ થી સાંજના ૬-૩૦ કલાક સુધી વિદ્યાર્થીઓ તેમને મૂંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નો પૂછી શકશે. હેલ્પલાઇનમાં એકસ્પર્ટ કાઉન્સેલર અને સાઇકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થી અને વાલીને માર્ગદર્શન આપવામાં આવશે.

પરીક્ષા સમયે અને પહેલાં મોટા ભાગના વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવે છે, જેના કારણે પરીક્ષા સચિવ આર. આઇ. પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓએ પણ બાળકોનું ધ્યાન રાખીને જરૂર પડે હેલ્પલાઇનનો સહારો લેવો જોઇએ. નિષ્ણાત કાઉન્સેલર અને સાઇકોલોજિસ્ટ દ્વારા કરવામાં આવતી કાઉન્સેલિંગના કારણે ઘણા ફાયદા થયા છે.

વિદ્યાર્થીઓ ખૂબ જ તણાવમાં હોય ત્યારે ક્યારેક અનિચ્છનીય પગલાં ભરતા હોય છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગ દ્વારા ર૪ કલાકની હેલ્પલાઇન ટૂંક સમયમાં શરૂ કરાશે. ધો.૧૦-૧રની પરીક્ષામાં ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

You might also like