૬૦મા ગ્રેમી એવોર્ડ સમારોહનો આરંભ: કેંડ્રિક લેમરને પાંચ એવોર્ડ

ન્યૂયોર્કઃ ૬૦મા ગ્રેમી એવોર્ડ સમારોહનો આરંભ થઈ ચૂક્યો છે. હોલિવૂડ સ્ટાર્સની ઝાકમઝોળ વચ્ચે ગ્રેમી એવોર્ડ ઈવનિંગની શરૂઆત કેંડ્રિક લેમરની ધમાકેદાર પર્ફોર્મન્સ સાથે થઈ હતી. કેંડ્રિક લેમર ગ્રેમી એવોર્ડમાં સાત કેટેગરીમાં નોમિનેટ થયા હતા. જેમાં અત્યાર સુધીમાં તેમને પાંચ એવોર્ડ પ્રાપ્ત થયા છે.

કેંડ્રિક લેમરે બેસ્ટ રેપ પર્ફોર્મન્સ, બેસ્ટ રેપ આલબમ, બેસ્ટ મ્યુઝિક વીડિયો સહિત પાંચ એવોર્ડ જીત્યા છે. બોલિવૂડની શાન મનાતી પ્રિયંકા ચોપરા આ ગ્રાન્ડ ઈવનિંગમાં જોડાઈ નથી તે પ્રી-ગ્રેમી ગાલાના રેડ કારપેટ પર જોવા મળી હતી, પરંતુ મેઈન ઈવેન્ટમાં દેખાઈ નથી.

ગ્રેમી એવોર્ડ્સ નાઈટમાં લેડી ગાગાએ પોતાનાં પર્ફોર્મન્સથી સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. રિહાના પણ પોતાનાં જાજરમાન આઉટફીટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. જોકે સોશિયલ મીડિયા પર તે પોતાના ફ્રીજી હેર અને ડ્રેસ માટે ટ્રોલર્સની નિશાન બની હતી. રિહાના અને કેંડ્રિક લેમરને સોંગ ‘લોયલ્ટી’ માટે બેસ્ટ રેપ સોંગનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ગ્રેમી એવોર્ડ વિજેતાઓની યાદી પર એક નજરઃ
બેસ્ટ રેપ પર્ફોર્મન્સ લોયલ્ટી- કેંડ્રિક લેમર અને રિહાના
બેસ્ટ રેપ પર્ફોર્મન્સ હમ્બલ – કેંડ્રિક લેમર
બેસ્ટ મ્યુઝિક વીડિયો હમ્બલ – કેંડ્રિક લેમર
બેસ્ટ કન્ટ્રી આલબમ બ્રોકન હેલોસ
બેસ્ટ અમેરિકન આલબમ ધ નેશવિલે સાઉન્ડ
બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ એલિસિયા કારા
બેસ્ટ પોપ સોલો પર્ફોર્મન્સ એડ શેરિન (શેપ ઓફ યુ)
બેસ્ટ પોપ વોકલ આલબમ એડ શેરિન
સોંગ ઓફ ધ યર બ્રૂનો માર્સ (ધેટ્સ વોટ આઈ લાઈક યુ)
બેસ્ટ રોક આલબમ અ ડીપર અંડર સ્ટેન્ડિંગ- ધ વોર ઓન ડ્રગ્સ

You might also like