સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી

બ્યુનસ આયર્સ: આર્જેન્ટિનાના ઓલટાઇમ ટોપ સ્કોરર અને સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ આજે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી એકાએક ક્ષેત્ર સંન્યાસ લેવાની જાહેરાત કરતાં ફૂટબોલ ચાહકોમાં આઘાતની લાગણી જન્મી હતી.
વાસ્તવમાં મેસીએ આ નિર્ણય કોપા અમેરિકાની ૧૦૦મી આવૃત્તિની ફાઇનલમાં હાર બાદ લીધો હતો. બીજું તેને રિયો ઓલિમ્પિક માટે પસંદ કરવામાં આવેલી નેશનલ ફૂટબોલ ટીમમાં‌ સિલેક્ટ કરવામાં આવ્યો નહોતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મેસી આર્જેન્ટિના માટે રેકોર્ડ પપ ગોલ કરી ચૂક્યો છે, જોકે મેસીએ ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટ મિસ કરી હતી, જેને લઇને ચીલી સતત બીજી વાર કોપા અમેરિકન કપ ચેમ્પિયન બની ગયું હતું. રવિવારે યોજાયેલી મેચમાં ચીલીએ પેનલ્ટી શૂટઆઉટમાં ૪-રથી આર્જેન્ટિનાને હાર આપી હતી. ગયા વખતે પણ ચીલીએ ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવીને ચેમ્પિયન‌િશપ હાંસલ કરી હતી.

ફૂટબોલ ખેલાડીઓ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં આર્જેન્ટિનાનો સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીની કિંમત ૧પ.૯ કરોડ ડોલર આંકવામાં આવી છે, જ્યારે પોર્ટુગલના રોનાલ્ડોની કિંમત ૧૧.૪ કરોડ ડોલર આંકવામાં આવી હતી.

You might also like