પરીક્ષાની ગણતરીના સમય પહેલા નામાના મૂળ તત્વોનું પેપર થયું વાયરલ

728_90

અમદાવાદ: આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે પરીક્ષાની ગણતરીના સમય પહેલા નામાના મૂળ તત્વોનું પેપર લીક થયેલ હોવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે. પેપર લીક થયાના સમાચાર સાંભળીને શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

જોકે, ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહે આ તમામ ઘટનાને એક અફવા ગણાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને આ પ્રકારની અફવાથી દૂર રહેવાની અપીલ કરી હતી. જોકે, આ પેપર આજનું હોવાની વાતને લઇને પણ કોઇ પુષ્ટી મળી નથી.

નોંધનીય છે કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવનાહ અને સાયન્સના કુલ 17,59,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મુખયમંત્રી વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ વિદ્યાર્થીઓને સૂચના પાઠવી છે.


http://sambhaavnews.com/

You might also like
728_90