માંએ પ્રેમી સાથે વાત નહી કરવા દેતા વિદ્યાર્થીનીનો આપઘાત

સુરત : સચીન જીઆઇડીસીમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. આત્મહત્યા કરવા માટેનું કારણ માત્ર એટલુ જ કે તેની માતાએ પ્રેમી સાથે વાત કરવાની ના પાડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધારે તપાસ હાથ ધરી છે. લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મૂળ બિહારનાં ગોપાલગઢ જિલ્લાનાં માલસઠ ગામનાં વતની અને હાલ સુરત સચીનની જીઆઇડીસી વિસ્તારમાં રહેતા બિજેન્દ્ર પ્રસાદ પોતાનાં પરિવાર સાથે રહે છે.

બિજેન્દ્રની 16 વર્ષીય પુત્રી દિપા સચીનમાં આવેલ એબીડી ઇંગ્લીશ મીડિયમ સ્કુલમાં અભ્યાસ કરે છે. દિપા છેલ્લા ચાર માસથી તેનાં ઘર નજીક રહેતી 20 વર્ષીય વિકાસ જયસિંહ હરીજન સાથે પ્રેમસંબંધ હતી. તેનાં પ્રેમ અંગે પરિવારને જાણ થતા તેનાં પિતાએ ઠપકો આપ્યો હતો. જો કે દિપા પ્રેમાંઘ થઇ ગઇ હતી. જેથી ગુપચુપ રીતે પોતાનાં પ્રેમી સાથે મોબાઇલમાં વાતો કરતી રહેતી હતી. જેનાં કારણે તેની માતાએ તેને વાત કરવાની ના પાડીને ઠપકો આપ્યો હતો.

જો કે પોતે પ્રેમને નહી પામી શકે તેવું લાગતા દિપાએ અંતિમ પગલુ ભર્યું હતુ અને આત્મહત્યા કરી લીધી હતી. દિપાએ રૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાતની જાણ થતા પોલીસે લાશનો કબ્જો લીધો હતો. અને તપાસ બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખાતે મોકલી આપી હતી. જ્યારે દિપાનો પ્રેમી વિકાસ પલાયન થઇ ચુક્યો છે. જેનાં કારણે પોલીસે વિકાસનાં પિતાની અટક કરીને પુછપરછ હાથ ધરી છે.

You might also like