આવતીકાલે ઘોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થશે

અમદાવાદ: ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાના પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જે હવે આવતીકાલે એટલે કે 11મી મે ના રોજ સવારે 10 વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર થશે જાહેર થઇ જશે. માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાશે. આ સાથે જ વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટરન-2 નું પણ પરિણામ આવતી કાલે જ જાહેર કરવામાં આવશે.

માર્કશીટ અને પ્રમાણપત્રનું વિતરણ પણ આવતી કાલે જ સવારે 11 થી 4 વાગ્યા દરમિયાન જે-તે શાળાઓમાં આપવામાં આવશે.

નોંધનીય છે કે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 17,55,012 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ 10 ના 11 લાખ, ધોગણ 12 સામાન્ય પ્રવાહના 5.14 લાખ અને સાયન્સમાં 1.41 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે.

http://sambhaavnews.com/

You might also like