ધોરણ ૧૦ની પૂરક પરીક્ષાનું માત્ર ૮.૩૮ ટકા જ પરિણામ!

અમદાવાદ: રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પૂરક પરીક્ષા જુલાઇ-ર૦૧૬માં લેવામાં આવી હતી, જેનું આજે પરિણામ જાહેર કરાયું હતું. જે મુજબ ધો.૧૦નું પરિણામ ૮.૩૮ ટકા આવ્યું હતું. રાજ્યમાંથી કુલ ૩પ,૬ર૦ વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંથી ૩ર,૧૦૮ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તે પૈકીના ર૬૯ર વિદ્યાર્થી પાસ થયા છે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું માત્ર 23.98 ટકા પરિણામ અાવ્યું છે, જેના અંતર્ગત અમદાવાદ શહેરનું પરિણામ 26.56 ટકા અને અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 31.66 ટકા અાવ્યું છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પ‍રીક્ષા જુલાઈ-2016માં લેવામાં અાવી હતી, જેમાં ગુજરાતભરમાંથી કુલ 26,631 ઉમેદવાર નોંધાયા હતા, જેમાંથી 17,346 ઉમેદવારે પરીક્ષા અાપી હતી, જે પૈકીના 4,160 વિદ્યાર્થી પાસ થાય છે.

અમદાવાદ શહેરને લક્ષમાં રાખીને જોઈએ તો અમદાવાદ શહેરમાંથી કુલ 1,021 ઉમેદવાર નોંધાયેલા હતા, જેમાંથી 768 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકીના માત્ર 204 વિદ્યાર્થી પાસ થતાં 26.56 ટકા પરિણામ અાવ્યું છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી કુલ 922 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 698એ પરીક્ષા અાપી હતી, તે પૈકીના 192 વિદ્યાર્થી પાસ થતાં 31.66 ટકા પરિણામ અાવ્યું હતું.

You might also like