જ્યારે રાણી એલિઝાબેથે જ પૌત્ર વિલિયમને કહેવું પડ્યું ઉભો થા

લંડન : બ્રિટનનાં મહારાણી એલીઝાબેથનાં 90માં જન્મદિવસ પ્રસંગે શનિવારે અતિભવ્ય રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી પડી હતી. રોયલ પેલેસની બાલ્કનીમાં રોયલ ફેમીલીની વિશેષ ઉપસ્થિતી રહ્યા હતા. જેમાં પ્રિન્સ વિલિયમ સહિતનો પરિવાર પરંપરાગત લાલ પોષાકમાં હાજર રહ્યા હતા. જ્યારે રાણી એલિઝાબેથ આછા લીલા રંગનાં કપડામાં હાજર રહ્યા હતા. જો કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રિન્સ વિલિયમ માટે શરમજનક રહી હતી.

W1
(રાણીનાં કહ્યા બાદ પ્રિંસ ઉભા થયા હતા)

કાર્યક્રમમાં હજારો લોકો સ્ટ્રીટમાં હાજર હતા અને કાર્યક્રમ માણી રહ્યા હતા. કાર્યક્રમમાં હોર્સગાર્ડ પરેડનું આયોજન કરાયું હતું. જેમાં 1400 સોલ્જર અને 200 ઘોડાઓ અને 400 જેટલા સંગીતકારો દ્વારા સમગ્ર પરેડ યોજાઇ હતી. ત્યાર બાદ રોયલ એરફોર્સનાં વિમાનો દ્વારા ઉડ્યન કરીને સમગ્ર આકાશને રંગી નાખવામાં આવ્યું હતું. જો કે હોર્સ પરેડ 1700ની સાલથી આયોજીત થાય છે. સામાન્ય રીતે આ પરેડ દરમિયાન રોયલ પરિવાર ઉભા થઇ જતો હોય છે.

W w3
(પુત્રને રોયલ પરેડની માહિતી આપી રહેલ પ્રિંસ)

જો કે હોર્સપરેડ તો ઠીક પરંતુ જ્યારે એરફોર્સ દ્વારા રાણીને સન્માન આપવામાં આવી રહ્યું હતું ત્યારે પણ પ્રિંસ વિલિયમ ઉભા થયા નહોતાં. જેનાં પગલે અકળાયેલા રાણી એલિઝાબેથ દ્વારા તેને ખભેથી હચમચાવીને ઉઠાડવામાં આવ્યા હતા. અને ઉભા થવા માટે સુચન કરવામાં આવ્યું હતું. જેથી અચાનક ભાન થવાનાં કારણે પ્રિંસ વિલિયમ ઉભા તો થઇ ગયા હતા પરંતુ ભોંઠા પણ પડ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાં વીડિયોમાં કેદ થઇ ગઇ હતી અને મીડિયામાં પણ છવાઇ ગઇ હતી.

W2
(રોયલ પરેડમાં એરફોર્સ દ્વારા અપાયેલ ગ્રાંડ સેલ્યુટ)

You might also like