જાણો.. ક્યારે-ક્યારે નાસભાગમાં ગઇ જીંદગી..!

મુંબઇના પરેલ રેલવે સ્ટેશન પર નાસભાગના કારણે 22 લોકોનાં મોત થયા છે. ફુટઓવર બ્રિજ પર ભાગદોડના કારણે 25થી વધારે લોકોને ઇજા પહોંચી છે. અત્યાર સુધીમાં દેશમાં આવી કેટલી દૂર્ઘટના બની છે તે અંગેની જાણકારી…

  •  15 ઓક્ટોબર 2016: વારણસીના રાજઘાટ પુલ પર ભાગદોડ, 25 લોકોનાં મોત, 60 લોકો ઘાયલ
  •  10 ફેબ્રુઆરી, 2013: અલ્હાબાદમાં કુંભ દરમિયાન રેલવે સ્ટેશન પર ભાગદોડથી 36ના મોત, 39 લોકો ઘાયલ
  •  13ઓક્ટોબર 2013 : મધ્યપ્રદેશના દતિયામાં રત્નગઢ મંદિર પાસે ભાગદોડમાં અંદાજે 89 લોકોનાં મોત
  •  14 ફેબ્રુઆરી, 2011: કેરલના સબરીમાલા મંદિરમાં ભાગદોડથી 106 શ્રધ્ધાળુઓના મોત
  •  4 માર્ચ, 2010: યુપીના પ્રતાપગઢના મનગઢ ધામમાં 63 લોકોનાં મોત
  •  30 સપ્ટેમ્બર, 2008: જોધપુરના ચામુંડા દેવી મંદિરમાં નાસભાગથી 120 લોકોનાં મોત
  •  3 ઓગસ્ટ, 2006 : હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિરમાં ભાગદોડથી 160 શ્રધ્ધાળુના મોત
  •  27 ઓગસ્ટ 2003: નાસિકના કુંભના મેળામાં ભાગદોડથી 40ના મોત થયા હતા
You might also like