રેલવે તંત્ર ફરી નિષ્ફળ, એલફિંન્સ્ટન સ્ટેશન પર નાસભાગમાં 22ના મોત, 30 ઘાયલ

મુંબઈના પરેલ એલફિંસ્ટન રેલવે બ્રીજ પર નાસભાગ થઈ ગઈ હોવાના સમાચાર મળ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ નાસભાગમાં 22 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને KEM હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. પોલીસ આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી રહી છે.

 • અફવાના કારણે લોકોમાં નાસભાગ થવા લાગી, 106 વર્ષ જૂનો બ્રીજ હતો
 • રેલિંગ તૂટવાના કારણે કેટલાય લોકો દટાયા
 • વરસાદના કારણે લોકો ભાગવા લાગ્યા અને રેલિંગ તૂટતા લોકોના મોત
 • વરસાદથી બચવા લોકો બ્રીજ નીચે આવ્યા, પરંતુ ઉતર્યા નહીં
 • સવારે 10.30 વાગ્યે નાસભાગ થઈ હતી
 • એલફિંસ્ટન- પરેલ રેલવે સ્ટેશન વચ્ચેના બ્રીજ પર ભાગદોડ
 • રેલવેના PRO અનિલ સક્સેના પર લોકોનું દબાણ વધ્યું
 • લોકોનો રોષ ભભૂક્યો, ફોન કર્યા પછી પણ  રેલવે પ્રશાસન ન આવ્યાનો લોકોએ દાવો કર્યો
 • BMC એ હેલ્પલાઈન નંબર જારી કર્યા
 • મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખનું વળતર ચૂકવાયું
 • ઘાયલ લોકોની એમ્બ્યુલન્સમાં જ સારવાર શરૂ કરાઈ
 • ફૂટઓવર બ્રીજની પહેલા પણ ફરિયાદ કરાઈ હોવાનો લોકોનો દાવો
 • પહેલા કરતા રેલવે સ્ટેશન પર મુસાફરો વધ્યા, છતાં રેલવે તંત્રની કામગીરી વધી નહી
 • રેલવે મંત્રીએ તપાસના આદેશ આપ્યા
 • KEM હોસ્પિટલમાં લોહીની કમી,  એ નેગેટીવ, બી નેગેટીવ લોહી આપવા લોકોને અપીલ

આ ઘટનાની હકીકત એવી છે કે રેલવે સ્ટેશન પર વધુ ભીડ અને અફવાના કારણે નાસભાગ મચી ગઈ હતી. સવારે 10.30 વાગ્યાની આસપાસ એલફિંસ્ટન સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી.

મુંબઈ રેલવે સ્ટેશન પર નાસભાગ અંગેના સમાચાર નીચે જુઓ Vtv પર…

આજે નવરાત્રિના નવમા દિવસે પૂજા કરનારા લોકોની ભીડ થઈ ગઈ હોવાના કારણે નાસભાગ થવા પામી હતી.  બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે બ્રીજ તૂટવાની અફવાના પગલે ભાગદોડ મચી ગઈ હતી. જો કે આ મામલે હજુ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.
Railway-5

Railway-4

Railway-2

Railway-1

Railway-3

 

You might also like