Categories: Gujarat

રૂ.૨,૨૮,૦૦૦ની વધારાની સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવા રજિસ્ટ્રેશન વિભાગને હાઈકોર્ટનો અાદેશ

અમદાવાદ: રિયલ અેસ્ટેટ ક્ષેત્રે દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે ત્યારે દસ્તાવેજ કરનાર પાસે ભૂલથી વધારાની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી લેનાર રજિસ્ટ્રેશન વિભાગ માટે હાઈકોર્ટે અાંચકારૂપ ચુકાદો અાપ્યો છે. સરતચૂકથી વધુ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી લીધા બાદ વધારાની સ્ટેમ્પ ડ્યૂટી પરત નહીં કરાતાં અા મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી વધારાની રૂપિયા ર લાખ ૨૮ હજારની સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવા અાદેશ કર્યો છે.

સુરતના અંધજન શિક્ષણ મંડળ ટ્રસ્ટના ગિફ્ટ ડીડના રજિસ્ટ્રેશન વખતે સરતચૂકથી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ વધારે ગણાઈ હતી, જેને પરત કરવા હાઈકોર્ટે અાદેશ કર્યો છે. સુરતના અંધજન શિક્ષણ મંડળ ટ્રસ્ટે વરિયાવમાં અેક પ્લોટના ગિફ્ટ ડીડનું રજિસ્ટ્રેશન માર્ચ-૨૦૧૪માં કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન વખતે તેમણે સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂપિયા ૧૩,૧૭,૨૦૦ ભર્યા હતા. બાદમાં તેમને ખ્યાલ અાવ્યો કે વાસ્તવમાં તેમણે ભરેલી સ્ટેમ્પ ડ્યૂટી તેમના દસ્તાવેજના પ્રમાણમાં વધારે છે. વાસ્તવમાં તેમને સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂપિયા ૧૧,૧૭,૨૦૦ ભરવાના હતા, પરંતુ સરતચૂકથી કે અન્ય કોઈ કારણસર સ્ટેમ્પ ડ્યૂટી ગણવામાં ભૂલ થતાં તેમણે રૂપિયા ૨,૨૮,૦૦૦ની ડ્યૂટી વધુ ભરી હતી.

ભૂલ થયાનું ધ્યાને અાવતાં જ ટ્રસ્ટ તરફથી ગિફ્ટ ડીડ રજિસ્ટર થયાના અેક અઠવાડિયાની અંદર જ રજિસ્ટ્રાર સમક્ષ વધારાની સ્ટેમ્પ ડ્યૂટી પરત મેળવવા અંગે રજૂઅાત કરવામાં અાવી હતી, પરંતુ રજિસ્ટ્રાર તરફથી તેમને યોગ્ય પ્રતિભાવ મળ્યો ન હતો. અા પ્રકારે વસૂલાયેલી વધારાની સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવાની સત્તા રજિસ્ટ્રારને નહીં હોવાનો જવાબ મળ્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટ તરફથી ડેપ્યુટી કલેક્ટર અને ચીફ કંટ્રોલિંગ અોથોરિટી અોફ રેવન્યૂ સમક્ષ પણ રજૂઅાત કરવામાં અાવી હતી, પરંતુ કોઈ જ પરિણામ નહીં અાવતાં અંતે હાઈકોર્ટમાં કેસ કરવામાં અાવ્યો હતો. હાઈકોર્ટે સમગ્ર મામલાની સુનાવણી બાદ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી અરજદાર ટ્રસ્ટને વધારાની રૂપિયા ૨,૨૮,૦૦૦ની સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવા અાદેશ કર્યો છે.

કાયદો શું કહે છે?
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૪૪ મુજબ સરતચૂકથી વધારે સ્ટેમ્પ ડ્યુટી વસૂલાઈ હોય તો તે ડ્યૂટી પરત કરવાની સત્તા મુખ્ય નિયંત્રક મહેસૂલ અધિકારીને અા કલમ હેઠળ મળેલી છે. અા કલમ હેઠળ કોઈ પણ દંડ ભર્યો હોય તો તે દંડ ભર્યાની તારીખથી અેક વર્ષની અંદર લેખિત અરજી કરવાથી અરજદારને મુખ્ય નિયંત્રણ અધિકારી તે તમામ દંડ અથવા તે દંડની કેટલીક રકમ પરત અાપી શકે. કાયદા મુજબ લેવાપાત્ર થતી હોય તેના કરતાં વધારે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાઈ હોય અથવા ભરવામાં અાવી હોય તો તેવા કિસ્સામાં સદરહુ ડ્યૂટી લેવાનો હુકમ મળ્યા તારીખથી ત્રણ મહિનામાં સંબંધિત પક્ષકાર તરફથી અરજી કરાય તો અધિકારી સ્ટેમ્પ ડ્યૂટી પરત અાપી શકે છે.

‘સ્ટેમ્પ ડ્યૂટીના અધિકારીઅોઅે અરજદારને જવાબ અાપેલો કે વધારે વસૂલાયેલી સ્ટેમ્પ ડ્યૂટી અે કોઈ દંડ પેટે કે પછી કોઈ અધિકારીના હુકમથી વસૂલાયેલી રકમ નથી. જાે અા પ્રકારે કોઈ રકમ વધારે વસૂલાઈ હોય તો જ અધિકારી તે રકમ પરત કરી શકે. અા કિસ્સામાં સરતચૂકથી વધારે સ્ટેમ્પ ડ્યૂટી ગણાઈ છે, જે પરત અાપવાની જાેગવાઈ નહીં હોવાનો મુદ્દો ગેરસમજભર્યો હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું.’કુમારેશ ત્રિવેદી, અેડ્વોકેટ

‘રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને તેના પગલે રજિસ્ટ્રેશન વિભાગની અાવક પણ વધી છે. વર્ષ ૨૦૧૧માં રાજ્યમાં સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન વિભાગની અાવક રૂપિયા ૪૬૭૦ કરોડથી વધુ હતી, જે વર્ષ ૨૦૧૬માં વધીને રૂપિયા ૬૭૬૭ કરોડથી વધુ થઈ છે. સરતચૂકથી વધુ સ્ટેમ્પ ડ્યુટી વસૂલાઈ હોય તેવા છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦ જેટલા કિસ્સા સામે અાવ્યા છે.’
દિનેશ પટેલ, સુપરિન્ટેન્ડેન્ટ અોફ સ્ટેમ્પ્સ

સોનલ અનડકટ

divyesh

Recent Posts

કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યોઃ બે ઘેરાયા

(એજન્સી) શ્રીનગર: ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણો વધી…

1 min ago

BSPનાં વડાં માયાવતીની મુશ્કેલી વધીઃ CBIએ ભરતી કૌભાંડમાં FIR દાખલ કરી

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પૂર્વે બસપાના સુપ્રીમો માયાવતીની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં સીબીઆઇએ માયાવતી જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે…

4 mins ago

મ્યુનિ. સંચાલિત હોલ-પાર્ટી પ્લોટ ખાનગી કોન્ટ્રાક્ટર્સના હવાલે કરાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…

23 hours ago

રાજ્યભરમાં એસટી બસનાં પૈડાં થંભી ગયાં, હજારો મુસાફરો અટવાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…

23 hours ago

અયોધ્યામાં રામમંદિર તો અમે જ બનાવીશુંઃ CM રૂપાણી

(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…

23 hours ago

છેલ્લા દશકામાં ફેબ્રુઆરીની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ ૨૦૧૫માં નોંધાયો હતો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…

23 hours ago