પાસ કાર્યકરોને માર મરાતા STએ સૌરાષ્ટ્ર રૂટની બસો બંધ કરી

ભાવનગર : સૌરાષ્ટ્રના બોટાદમાં પાસના કાર્યકરોને માર મારવાના મામલે પાટીદાર પ્રભુત્વ વાળા ગામોના ST રૂટ બંધ કરાયા છે. લાઠીદડ, સમઢીયાળા, તુરખા, શદારવડી, કારીયાણી, ગફડા, સનાળી ગામોના એસટી રૂટ બંધ કરવામાં આવ્યા છે.

અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગોતરા પગલા લેવાયા છે. પાટીદારોના રોષને જોઇને એસટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા છે.અગાઉ જ્યાં બનાવો બન્યા હોય તેવા સંવેદનશીલ રૂટ પર બસો અટકાવી દેવાઇ છે.

તંત્ર દ્વારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર યુવકોને માર મારવાનાં પગલે સમગ્ર પાટીદાર સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. આ મુદ્દો હાલ વિવાદિત બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

You might also like