એસટી વિભાગના કર્મચારીઓની એમડી સાથે બેઠક, હડતાળ મુલતવી રહી

અમદાવાદ: રાજ્યભરમાં એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા પાડવામાં આવનાર હડતાળ મુલતવી રહી છે. એસટી વિભાગના કર્મચારીઓની એમડી સાથે બેઠક યોજાઇ હતી. બેઠક બાદ એસટી વિભાગના કર્મચારીઓ હડતાલ મોકુફ રાખી છે. એમડી વિજય નેહરાની એસટી યુનિયન સાથે બેઠક યોજી હતી.

રાજ્યભરમાં આજે ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. આજે ગુજરાત એસ.ટી. નિગમના ૪પ હજાર કર્મીઓ ૭મા પગાર પંચ સહિતના મુદ્દે રાતના ૧ર વાગ્યાથી ર દિવસ માટે માસ સીએલ પર જવાના હતા, જોકે સરકારની સમજાવટના પગલે હડતાળ પાછી ખેંચાય તેવી શક્યતા છે. વાહનવ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયાએ જણાવ્યું હતું કે અમારી યુનિયનના આગેવાનો સાથે સતત વાટાઘાટો ચાલે છે.

ગ્રામ્ય વિસ્તારના પરીક્ષાર્થીઓ વ્યાપક હાલાકીનો એસટીની હડતાળના કારણે સામનો કરશે તેવી પરિ‌િસ્થતિ છે, માટે તેમને એસટી બસની રાહ ન જોવા અપીલ કરાઇ છે. એસટીમાં ફરજ બજાવતા કુલ ૩પ હજાર કર્મચારીઓએ તેમની પડતર માગણીઓના પ્રશ્નોના ઉકેલ માટે ૧૬મીની રાત સુધી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને એસટીની સેવા સમયસર મળી રહે તે માટે સરકારે ગઇ કાલથી યુનિયનના નેતાઓ સાથે વાટઘાટો આરંભી છે. ગઇ કાલે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, વાહનવ્યવહાર પ્રધાન અને એમડી સાથે બેઠક યોજાઇ હોવાનું યુનિયનના પ્રમુખ સતુભા ગોહિલે જણાવ્યું હતું. એસટી નિગમના એમ.ડી. વિજય નહેરા સાથે નિગમના યુનિયનના આગેવાનોની બેઠક યોજાઇ છે.

દરમિયાનમાં વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વિદ્યાર્થીઓ દૂર દૂરનાં ગામડાંઓ કે સ્થળેથી એસટી દ્વારા પરીક્ષા સ્થળે પહોંચતાં હોવાથી એસટી કર્મચારીઓની હડતાલને કારણે તેમને તકલીફ ન પડે તે માટે ગૃહમાં રજૂઆત કરી હતી. આ અંગે વાહન વ્યવહાર પ્રધાન વલ્લભભાઇ કાકડિયાએ ગૃહમાં જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી અને આજે પણ યુનિયનના નેતાઓ સાથે વાટાઘાટ ચાલે છે. તેનો સુખદ અંત આવે તેવી શકયતા છે.
http://sambhaavnews.com/

You might also like