એસટી બસ પલટી ખાતાં એકનું મોતઃ ૧પને ઇજા

અમદાવાદ: ભાવનગર ગોંડલ રૂટની એસટી બસ બાબરા પાસે પલટી ખાઇ જતાં એક બાળકનું મોત થયું હતું. જ્યારે ૧પ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે ભાવનગર ગોંડલ રૂટની એસટી બસ બાબરા નજીક દેવળિયા માર્ગ પરથી પસાર થઇ રહી હતી ત્યારે સામેથી આવી રહેલ બાઇકચાલકને બચાવવા જતાં એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બસ પલટી ખાઇ ગઇ હતી. બસ પલટી ખાતાં જ ખીચોખીચ ભરેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી.

આ ઘટનામાં ભાવનગરના રાજવીર મકવાણા નામના અેક બાળકનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. જ્યારે ૧પ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. અા અકસ્માતના કારણે રોડ પરની ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like