ST બસ અને ટ્રક સામસામે અથડાયાંઃ ડ્રાઇવરનું મોત, ૧પ મુસાફરો ઇજાગ્રસ્ત

અમદાવાદ: થરાદ-વાવ હાઇવે પર ગોકુલગામનાં પાટિયાં પાસે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એસ.ટી. બસના ચાલકનું ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બસમાં બેઠેલા ૧પ મુસાફરોને ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે, થરાદથી અછુવા ગામ તરફ જઇ રહેલી એસ.ટી. બસ વાવ-થરાદ હાઇવે પર ગોકુળગામના પાટિયા પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઇડમાં પાર્ક કરેલી ટ્રક સાથે બસ ધડાકાભેર અથડાતાં આ ઘટના બની હતી જેમાં બસચાલક ઇશ્વરભાઇ નાગજીભાઇ રાજપૂતનું મોત થયું હતું જ્યારે ૧પ મુસાફરોને ઇજા થઇ હતી.

You might also like