મોડાસા-વણિયાદ રોડ પર મોરા ગામ નજીક ST બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, બે પિતરાઇ ભાઇનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: મોડાસા-વણિયાદ રોડ પર મોરા ગામ નજીક એસ.ટી. બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બે પિતરાઇ ભાઇનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે, મેઘરજના અજુ હિરોલા (બાંઠીવાડા) ખાતે રહેતા બે પિતરાઇ ભાઇઓ મોડાસા નજીક આવેલા કોકાપુર ખાતે રહેતા તેમના મામાને ત્યાં કોઇ સામાજીક કામ બાબતે સાંજના સુમારે આવ્યા હતા. કામકાજ પતાવી આ બંને ભાઇઓ રાત્રીના સુમારે બાઇક પર પોતાના ગામ જવા પરત નીકળ્યા હતા ત્યારે મોડાસા-વણિયાદ રોડ પર મોરા ગામ નજીક સામેથી પુરઝડપે આવી રહેલી એસ.ટી. બસે બાઇકને અડફેટે લેતા બાઇક બસના આગળના વ્હીલમાં ઘૂસી જતાં બાઇકસવાર બંને ભાઇનાં બસનાં વ્હીલ નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયાં હતા. અકસ્માત બાદ એસ.ટી. બસનો ચાલક બસ મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ તપાસ હાથ ધરી છે.

You might also like