એસ.ટી. બસ ઝાડ સાથે અથડાતાં અકસ્માતઃ તમામ મુસાફરોનો બચાવ

અમદાવાદ: સોમનાથ-વેરાવળ રોડ પર આજે વહેલી સવારે ભાલપરા ગામ પાસે એસ.ટી. બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત મુસાફરોને ઇજા પહોંચી હતી. જોકે તમામ મુસાફરોનો અદ્દભુત બચાવ થયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે સાત વાગ્યાના સુમારે સોમનાથથી નીકળેલી એસ.ટી. બસ વેરાવળ જઇ રહી હતી ત્યારે ભાલપરા ગામ પાસે ઝાડ સાથે આ બસ અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત કચ્છના માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા ત્રણ વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા તમામને માંડવીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like