એસટી બસે બાઈકને અડફેટે લેતાં બે યુવાનનાં કરુણ મોત

અમદાવાદ: ખેરાળુ-સિદ્ધપુર રોડ પર એસટી બસે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાં હતાં.

અા અંગેની વિગત ‍એવી છે કે ઊંઝા તાલુકાના અમુઠ ગામના રહીશ શાંતુજી હરશનજી ઠાકોર (ઉં.વ.૩૮) અને મુકેશજી કેશાજી ઠાકોર (ઉં.વ. ૩૩) નામના બે યુવાનો બાઈક ઉપર ખેરાળુ-સિદ્ધપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાટણથી સિદ્ધપુર તરફ અાવી રહેલી બસે બાઈકને ટક્કર મારતા અા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા થવાના કારણે બંને યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. પોલીસે તાત્કાલિક પહોંચી જઈ બંને લાશને પીએમ માટે મોકલી અાપી બસચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. અા ઉપરાંત અાજ રોડ પર ખેરાળુ પાસેથી પૂરઝડપે પસાર થઈ રહેલી ટેન્કરે એક રાહદારીને અડફેટે લેતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

You might also like