એસટી બસ ત્રણ પલ્ટી ખાઈ જતાં ચાર બાળક સહિત ૧૨ને ગંભીર ઈજા

અમદાવાદ: અંબાજી-નારાયણ સરોવર રૂટની બસ નારયણ સરોવર નજીક ગોળાઈ પાસે ત્રણ પલ્ટી ખાઈ જતાં ચાર બાળકો સહિત ૧૨ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.  અા અંગેની વિગત એ‍વી છે કે અંબાજીથી નારાયણ સરોવર જઈ રહેલી બસ વહેલી સવારે નારાયણ સરોવરની ગોળાઈ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે રોડ ઉપર નીલ ગાય અાવી જતાં બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ત્રણ ગડથોલિયા ખાઈ જતાં બસમાં બેઠેલા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. અા ઘટનામાં ચાર બાળકો સહિત ૧૨ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

અા ઉપરાંત મોરબી ખાતે માતાજીની માનતા પુરી કરવા જઈ રહેલા રાજકોટના કોળી પરિવારના પાંચ સભ્યોને ટંકારા નજીક કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં એક વ્યક્તિનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ચાર સભ્યને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી બેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like