સબ-ઇન્સપેકટરની Post માટે નીકળી છે Bumper Vacancy, પોલીસ-CAPFમાં થશે પસંદગી

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કેન્દ્રીય પોલીસ સંગઠનમાં ભરતી માટે અરજી મગવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ભરતીમાં સબ-ઇન્સપેકટરની જગ્યા પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતીમાં પુરૂષ અને મહિલાઓ ઉમેદવારની સંખ્યા નક્કી કરવામાં આવી છે. પસંદગી પામનાર ઉમેદવારોને દિલ્હી પોલીસ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને સીઆઇએસએફમાં ભરતી કરવામાં આવશે.

જગ્યાનું વિવરણ : ભરતીમાં સબ ઇન્સપેકટર (પુરુષ) જગ્યા માટે 1132 ઉમેદવાર અને સબ ઇન્સપેકટર (મહિલા) જગ્યા પર 91 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

પગાર : પસંદગી પામેલ ઉમેદવારોને 35,400 થી 1,12,400 રૂપિયા પગાર આપવામાં આવશે. આ સાથે 1223 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

યોગ્યતા : ભરતી માટે માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકશે.

ઉંમર : આ જગ્યા માટે 20 થી 25 વર્ષ સામાન્ય વર્ગ, 20 થી 28 વર્ષ ઓબીસી વર્ગ, 20થી 30 વર્ષ સુધી એસસી-એસટી વર્ગના ઉમેદવાર અરજી કરી શકશે.

અરજીની ફી : જનરલ-ઓબીસી વર્ગના ઉમેદવારે 100 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે. એસસી-એસટી વર્ગના ઉમેદવારને કોઇપણ પ્રકારની ફી નહી.

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષા-1, પીએસટી-પીઇટી, પેપર- અને મેડિકલ ટેસ્ટના આધારે કરાશે.

કેવી રીતે કરશો અરજી : ઉમેદવાર આધિકારીક વેબસાઇટ ssconline.nic.in અથવા ssc.nic.in પર જઇ અરજી કરી શકે છે.

You might also like