ર્નિધારિત સમય કરતા પહેલા SSCનું result થયું જાહેર!

અમદાવાદ: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 28મી મેએ જાહેર કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થયું હતું જેને વેબસાઈટ gseb.org અને gipl.net પર સવારે 8 વાગ્યાથી જોઈ શકાય છે તેવું બોર્ડ દ્વારા જાહેર કરીદેવાયું હતું. ધો. 10માં આખા રાજ્યભરમાંથી 11.6 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તેમના ભાવીનો ફેંસલો થયો હતો. આ વખતે ગણિતમાં સૌથી વધુ ગ્રેસિંગ અપાયું હોવાની અટકળો હતી.

રિઝલ્ટ પહેલા જ મૂકી દેવાયું

બોર્ડે નિર્ધારિત કરેલા સમય પહેલા જ પરિણામને ઓનલાઈન મૂકી દેવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓએ પોતાના નંબર નાંખીને બોર્ડ વિધિવત રીતે પરીણામ જાહેર કરે એ પહેલા જ વહેલી સવારે વેબસાઈટ પર જોઈ લીધું હતું.

માર્કશીટ અને પ્રમાણપત્રો 11 વાગ્યે

માર્ચ 2018માં લેવાયેલી એસએસસીનું પરિણામ જાહેર થયા બાદ સવારે 11થી લઈ બપોરના 2 વાગ્યા સુધી જિલ્લા વિતરણ સ્થળોએ મળશે. જેથી રાજ્યની સ્કૂલોના આચાર્યઓએ પોતાની સ્કૂલની માર્કશીટ અને પ્રમાણપત્રો લેવાના રહેશે.

 

You might also like