યુવાને એસઆરપી જવાનને લાફો માર્યો

અમદાવાદ: અમદાવાદને અડીને આવેલી પસાર થતી નર્મદા કેનાલમાં અનેક લોકો ઝંપલાવીને આત્મહત્યા કરતા હોય છે તેમજ કેટલાક લોકો નહાવા આવતા હોય છે તેના કારણે કેનાલ નજીક એસઆરપીના જવાનોના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે.

કરાઈ કેનાલ પાસે ત્રણ યુવાનો કાર લઈને આવ્યા હતા અને કેનાલમાં નહાવા પડ્યા હતા. એસઆરપીના જવાને ના પાડતા એક યુવકે ઉશ્કેરાઈ જઈ એસઆરપી જવાનને લાફો માર્યો હતો. જો કે આ અંગે પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે એસઆરપીના જવાનો તેમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી પરંતુ આ બાબતે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. આ જગ્યા પર અનેક લોકોના ડૂબી જવાના કારણે મોત થયા હોવાથી નહાવાની મનાઈ ફરમાવવા છતાં  યુવાનોએ એસઆરપી જવાન સાથે બોલાચાલી કરી નહાવા પડ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like