આ દિવસે થશે આકાશ અંબાણી અને શ્લોકાની સગાઈ, શાહરુખ કરશે પર્ફોર્મ…

અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણીના ટૂંક સમયમાં શ્લોક મહેતા સાથે લગ્ન કરશે. એક અહેવાલ મુજબ, બંનેની સગાઈ 30મી જૂને મુંબઇમાં યોજાવા જઈ રહી છે. અહેવાલ મુજબ, આ ખાસ પાર્ટી બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાનની હોસ્ટ કરશે. શાહરૂખ ખાન અંબાણી પરિવારથી ખુબ નજીક છે. આ પાર્ટીમાં તે એક ડાન્સ પર્ફોર્મન્સ પણ આપશે.

સગાઈ માટે મહેમાનોને આમંત્રિત કરવા માટે વિશેષ ડિજિટલ કાર્ડ્સ પણ બનાવવામાં આવ્યા છે. ડિજિટલ કાર્ડમાં શલોકા અને આકાશ અંબાણીની ફોટો સાથે, સગાઈની તારીખ અને સમય વિશે મહેમાનોને જાણ કરવામાં આવ્યા છે. આ કાર્ડ શ્લોકા અને આકાશ અંબાણીના ફોટો અને SA (શ્લોકા-આકાશ) ના લોગો સાથે મોકલવામાં આવ્યું છે. ડિજિટલ કાર્ડમાં બેકગ્રાઉંડ સંગીત ફિલ્મ કાઈ પો છેના એક ગીતનું રાખવામાં આવ્યું છે. શ્લોકા અને આકાશ અંબાણીની સગાઈ મુંબઇમાં આવેલા ભવ્ય એન્ટિલિયામાં યોજાશે.

અગાઉ, 24 માર્ચના રોજ, ગોવામાં પ્રી એંગેજમેન્ટ સમારંભ યોજાયો હતો. આ સેરેમનીમાં આકાશ અને શ્લોકાનું અદ્ભુત ફોટો શૂટ પણ કરવામાં આવ્યું હતું. બંનેની લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર, આકાશ વર્ષના અંતમાં વિખ્યાત હીરાના ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે લગ્નના સંબંધમાં જોડાશે.

You might also like