મન્નત બંગલોમાં અા વર્ષે પહેલી વાર પતંગ ઉડાડાશે

મુંબઈ: અમદાવાદના બુટલેગર અબ્દુલ લતીફની લાઈફ પરથી બનેલી ફિલ્મ રઈસના પ્રમોશન માટે શાહરુખ ખાન અા વખતે પહેલી વાર ઉત્તરાયણની ઉજવણી કરશે. બાન્દ્રામાં અાવેલા તેના મન્નત બંગલાના ટેરેસ પર પતંગ ઉડાડવામાં અાવશે.  શાહરુખે ફિલ્મમાં પણ અમદાવાદના પોળ વિસ્તારમાં પતંગ ચગાવી છે અને રઇસ ફિલ્મમાં પણ પોતાનો પતંગ ન કપાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. રિયલ લાઈફમાં પણ ઉત્તરાયણના દિવસે શાહરુખનો પતંગ ન કપાય તે માટે દુનિયાભરમાં લોકપ્રિય થયેલા સુરતનો માંજો તૈયાર કરનાર ભગત કેશવને ત્યાંથી માંજો મંગાવ્યો છે.

શાહરુખે ઉત્તરાયણનો ઉપયોગ રઇસના પ્રમોશન માટે કર્યો સાથે સાથે તેને ઉત્તરાયણને પિકનિક બનાવી દીધી છે. શાહરુખે તેના ઘરે પતંગ ઉડાડવા માટે તેના મિત્ર કરણ જોહરને ઇન્વાઈટ કર્યો છે તો અન્ય સ્ટાર્સને પણ બોલાવ્યા છે. અગાઉ સલમાન ખાન ઉત્તરાયણના સમયે અમદાવાદ અાવ્યો હતો અને અહીં તેણે પતંગ ઉડાવી હતી. શાહરુખે અા વાતને યાદ રાખીને સલમાનને પણ પતંગ ચગાવવા માટે મન્નત બંગલોમાં અામંત્રણ અાપ્યું છે.
http://sambhaavnews.com/

You might also like