શાહરૂખની એક ઝલક જોવા ફેન્સ થયા બેકાબુ, 1નું મોત 2 ગંભીર ઇજાગ્રસ્ત

વડોદરાઃ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ રઇઝનું પ્રમોશન અલગ અંદાજમાં કરી રહ્યો છે. ટ્રેનના માધ્યમથી શાહરૂખ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. ત્યારે સુપર સ્ટાર શાહરૂખ વડોદરા રેલવે સ્ટેશન આવવાનો હોવાની જાહેરાતને કારણે અગાઉથી જ હજારો લોકો રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા. શાહરૂખની એક ઝલક જોવા માટે ફેન ધક્કામુક્કી કરી રહ્યાં હતાં. ત્યારે ભીડને કાબુમાં લેવા માટે પોલીસે લાઢીચાર્જ કરવો પડ્યો હતો.

ભારે ભીડને કારણે ત્રણ વ્યક્તિ ગુંગળાઇ જવાથી બેભાઇન થઇ ગયા હતા. જેમાં એકનું મોત થયું છે. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે લોકો પર લાઢી ચાર્જ કર્યો હતો. જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે. દસ મિનિટ માટે શાહરૂખની ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવી હતી. શાહરૂખે ટ્રેનની બહાર આવીને તેના ફેન્સનું અભિવાદન કર્યું હતું. ત્યારે ભીડને કાબુમાં લેવા માટે પોલીસે પણ કડક વલણ અપનાવવું પડ્યું હતું.  ઉલ્લેખનીય છે કે શાહરૂખ ટ્રેન મારફતે મુંબઇથી દિલ્હી સુધી જઇ રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like